ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
અનેકની હાલત ગંભીર હોવાથી મૃતકાંક વધી શકે છે
ખાસ-ખબર સંવાદદાતા
રાજસ્થાનથી એક ભીષણ અકસ્માતના અહેવાલ મળી રહ્યાં છે. અહીં દૌસા ક્લેક્ટ્રી સર્કલ નજીક રેલવે બ્રિજ પર એક બસ બેકાબૂ થઈ જતાં રેલવે ટ્રેક પર પટકાઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકો મૃત્યુ પામી ગયા હતા. જોકે અનેક ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દૌસાના એડીએમ રાજકુમાર કસ્વાએ કહ્યું કે દુર્ઘટના બાદ 28 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં ચાર મૃતકો પણ સામેલ હતા. ડોક્ટરો યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરી રહ્યા છે. એસડીએમને પણ ઘટનાસ્થળે તપાસ માટે રવાના કરાયા હતા.
દુર્ઘટના બાદ ડીએમ સહિત અનેક મોટા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટના નેશનલ હાઈવે નંબર 21 પર સર્જાઈ હતી. જોકે અકસ્માતને લીધે ટ્રેનોની અવર-જવર બંધ થઇ ગઈ હતી. માહિતી અનુસાર એક મુસાફર બસ બ્રિજની રેલિંગ તોડી નીચે રેલવે ટ્રેક પર પટકાઈ હતી.