-શ્રદ્ધાળુઓ ટ્રેક્ટરમાં બેસીને વૃંદાવન પરિક્રમા કરવા જઈ રહ્યા હતા ત્યારે બનેલી ઘટના
ગત રાત્રે ઉત્તર પ્રદેશના હાથરસમાં ગમખ્વાર અકસ્માત થયો છે. એક ટ્રેક્ટર-ટ્રોલી તેમજ ક્રેનની જોરદાર ટક્કર થતાં પાંચ લોકોના મોત નિપજ્યા છે તો 12થી વધુ લોકો ઘાયલ થયા છે. ટ્રેક્ટર-ટ્રોલીથી શ્રદ્ધાળુ વૃંદાવન પરિક્રમા કરવા જઈ રહ્યા હતા. બીજી બાજુ ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- Advertisement -
સાદાબાદ-જલેસર રોડ પર સહપઉ વિસ્તારમાં નલગા બ્રાહ્મણ પાસે ગત મોડીરાત્રે શ્રદ્ધાળુઓથી ભરેલું ટ્રેક્ટર-ટ્રોલી હમ્પર સાથે ટકરાયા બાદ અનિયંત્રિત થઈને પલટી મારી ગયું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ત્યાંથી નાસી ગયો હતો.
દૂર્ઘટનામાં અંદાજે એક ડઝનથી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે તો પાંચ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા છે. ઘાયલોને આગ્રા અને અલીગઢથી રિફર કરવામાં આવ્યા છે જેમની સારવાર ચાલી રહી છે. ઘાયલ પૈકીના અમુકની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.