સર્બિયામાં સંસદ જ સમરાંગણ બની! મુદ્દો શિક્ષણનું ભંડોળ વધારવાનો હતા
સર્બિયાની સંસદ મંગળવારે થયેલા હુમલાઓથી ધુમાડામાં ઘેરાઈ ગઈ હતી. આ હુમલો બીજા કોઈએ નહીં પણ તેમના જ સાંસદોએ કર્યો હતો. સાંસદોએ સંસદમાં સ્મોક બોમ્બ અને ઈંડા ફેંકીને હોબાળો કર્યો હતો.
સાંસદો સર્બિયન સરકારની કેટલીક નીતિઓનો વિરોધ કરી રહ્યા હતા. ગુસ્સામાં, સાંસદોએ સંસદ પર સ્મોક બોમ્બ અને ઇંડા ફેંક્યા હતા. આના કારણે સર્બિયાની સંસદ ધુમાડામાં ફેરવાઈ ગઈ હતી.
એટલું જ નહીં, વિપક્ષી સાંસદોએ તો મારામારી પણ શરૂ કરી દીધી હતી. સંસદમાં અનેક ટીયર ગેસના શેલ પણ ફેંકવામાં આવ્યા હતા. આનાથી ભારે હોબાળો અને અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ સમગ્ર હોબાળો શિક્ષણ માટે ભંડોળ વધારવા અંગે હતો. સરકાર યુનિવર્સિટી શિક્ષણ માટે ભંડોળ વધારવા માંગતી હતી. બધા સાંસદોએ આના પર મતદાન કરવાનું હતું, પરંતુ વિપક્ષી સાંસદોએ આ સત્રને ગેરકાયદેસર ગણાવીને હોબાળો કર્યો હતો.
- Advertisement -
વિપક્ષી સાંસદોએ સંસદમાં હંગામો કર્યો અને સર્બિયન પીએમ મિલોસ વુસેવિકના રાજીનામાની માંગ શરૂ કરી હતી. સાંસદોએ કહ્યું કે વડા પ્રધાન અને તેમના સમગ્ર મંત્રીમંડળે રાજીનામું આપી દેવું જોઈએ. આ કારણે બંને પક્ષના સાંસદો વચ્ચે ઝપાઝપી થઈ હતી.