કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકને ટેરર ફડિંગ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. NIA કોર્ટએ યાસીન મલિકને દોષી ઠેરવ્યા છે, તેમને આ કેસમાં કેટલી સજા મળશે તેમના પર 25 મેના રોજ નિર્ણય થશે. ઉલ્લેખનીય છે કે, યાસિન મલિકએ કેટલાક દિવસો પહેલા જાતે કબૂલ કર્યુ હતુ કે તેઓ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં જોડાયેલા હતા.
- Advertisement -
આ મહિને જ આવેલા સમાચાર મુજબ, યાસીન મલિકએ માની લીધુ હતુ કે તેઓ આતંકી ગતિવિધિમાં જોડાયેલા હતા, તેમણે ગુના આચર્યા હતા, તેમના પર લાગેલી દેશ દેશદ્રોહની કલમો સાચી હતી. યાસીન પર જે UAPA હેઠળ ધારા લગાવી હતી, તેને પણ તેણે સ્વીકારી લીધી હતી.
યાસિન મલિકએ કોર્ટમાં કહ્યું કે, તેઓ યૂએપીએની ધારા 16(આતંકવાદી ગતવિધિ), 17(આતંકવાદી ગતિવિધિ માટે ફંડ એકઠું કરવા), 18(આતંકવાદી હુમલાનો પ્લાન ઘડવા), તેમજ 20(આતંકવાદી સમૂહ કે સંગઠનના સદસ્ય હોવા) અને ભારતીય દંડની સંહીતાની કમલ 120-બી(ગુનો આચરવો) તેમજ124-એ(દેશદ્રોહ)ના હેઠળ જાતે જ પોતાના પર લાગેલા આરોપોને પડકાર્યા નથી.
યાસીન મલિકને આજીવન જેલની સજા મળી શકે
જે કલમમાં યાસીન મલિક સામે કેસ દાખલ થયો, એવામાં તેમને વધુમાં વધુ આજીવન જેલની સાજા મળી શકે છે. યાસીન મલિક કાશ્મીરની રાજનીતિમાં સક્રિય રહ્યા છે. યુવાનોને ગુમરાહ કરવામાં તેમનો મોટો ફાળો છે.
- Advertisement -
યાસીન મલિક જમ્મૂ- કાશ્મીર લિબરેશન ફ્રંડ સાથે જોડાયેલા છે. વર્ષ 2019માં કેન્દ્ર સરકારે તેમના પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેઓ અત્યારે તિહાર જેલમાં બંધ છે. યાસીન મલિક પર વર્ષ 1990માં એરફોર્સના 4 જવાનોની હત્યાનો આરોપ પણ છે, જેને તેમણે સ્વીકાર કર્યો છે. તેમના પર મુફ્તી મોહમ્મદ સઇદની દિકરી રૂબિયા સઇદના અપહરણનો આરોપ પણ લાગ્યો છે.
મલિક પર વર્ષ 2017માં કાશ્મીરમાં આતંકવાદ અને અલગાવવાદી ગતિવિધિઓને સફળ બનાવવા માટેના ગંભીર આરોપ લાગેલા છે.
#WATCH | Delhi: Separatist Yasin Malik being brought out of NIA Court after hearing in terror funding case. The court convicted him in the matter. Argument on sentence to take place on 25th May. pic.twitter.com/33ue61lDaH
— ANI (@ANI) May 19, 2022