સિઓલના એક 67 વર્ષીય વ્યક્તિ, જેની ઓળખ તેની અટક વોનથી થાય છે, તે ચાલતી ટ્રેનમાં પેટ્રોલ રેડીને આગ લગાવી દેતો વીડિયો વાયરલ થયો છે.
સિઓલમાં છૂટાછેડાથી હતાશ થયેલા એક પુરુષે ચાલતા સબવેમાં આગ લગાવી દીધી.
- Advertisement -
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આગને કારણે છ મુસાફરો ઘાયલ થયા હતા અને ધુમાડામાં શ્વાસ રૂંધાવાને કારણે 23 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગુસ્સામાં આગ લગાવી દીધી
- Advertisement -
મળતી માહિતી મુજબ, આરોપીનું નામ વોન જણાવવામાં આવી રહ્યું છે. તે સિયોલમાં એક મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. પોતાની પત્ની સાથેના છૂટાછેડાને લઈને તે ખૂબ જ પરેશાન હતો અને ગુસ્સામાં આવીને તેણે મેટ્રો સ્ટેશનના ડબ્બાની અંદર પેટ્રોલ છાંટીને પોતાને આગ લગાવી દીધી. ચોંકાવનારી વાત એ છે કે, આગ લગાવતા પહેલા તેણે પોતાના જ કપડાને સળગાવ્યા અને બાદમાં આગ ચારેબાજુ ફેલાઈ ગઈ અને મેટ્રોની અંદર નાસભાગ મચી ગઈ.
129 લોકોની ઘટનાસ્થળે કરાઈ સારવાર
આરોપી દ્વારા આગ લગાવવાની ઘટનામાં 22 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી સામે આવી છે. જોકે, 129 અન્ય મુસાફરોને ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી. રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈનું મોત નથી નિપજ્યું. જોકે, આ ઘટનામાં મેટ્રોનો એક ડબ્બો સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગયો, જેના કારણે આશરે 330 મિલિયન વૉન (લગભગ 2 કરોડ) રૂપિયાનું નુકસાન થયું છે. અધિકારીઓએ તુરંત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી લીધી છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયો વીડિયો
આગ લાગવાની ચોંકાવનારી ઘટનાનો વીડિયો મેટ્રોમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાઈરલ થઈ ગયો છે.