પક્ષના વફાદારને શિરપાવ કે જાતિ સમીકરણ મુજબ નિમણૂક થશે ?
જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખનો તાજ કોના શિરે ? જિલ્લાની નવ તા.પં.સાથે કેશોદ પાલિકા પ્રમુખ સેન્સ લેવાઈ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયત સાથે કેશોદ નગર પાલિકા પ્રમુખ અને ઉપ પ્રમુખને અઢી વર્ષની મુદત પૂર્ણ થતા જૂનાગઢ ભાજપ કાર્યાલય ખાતે ત્રણ નિરક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ સેન્સ પ્રક્રિયામાં સભ્યો તેમજ સંગઠનના હોદેદારોને સાંભળ્યા હતા અને એક રિપોર્ટ તૈયાર કરીને પ્રદેશમાં મોકલવામાં આવશે અને પ્રદેશ કક્ષાએથી ટૂંક સમયમાં નામો ની યાદી જાહેર કરવામાં આવશે.
- Advertisement -
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ચીમનભાઈ શાપરીયા, મનસુખભાઇ ખાચરીયા અને હંસાબેન પારઘીને જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપ પ્રમુખ અને જિલ્લાની 9 તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખ સાથે કેશોદ નગર પાલિકા પ્રમુખ માટે ચૂંટાયેલ સભ્યો અને ભાજપ સંગઠન ના હોદેદારોને સાંભળ્યા હતા આ સેન્સ પ્રક્રિયામાં ચૂંટાયેલ સભ્યો દાવેદારી કરનાર ના નામો પ્રદેશ સંગઠનમાં મોકલી આપવામાં આવશે અને ત્યાર બાદ આગામી તા.13-9-23 ના રોજ હોદેદારોના વરણીની જાહેરાત સાથે નિમણૂંક કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ સાથે તાલુકા પંચાયત પ્રમુખ બનવા માટે ચૂંટાયેલ સભ્યોએ લોબિંગ કર્યું હતું અને સેન્સ લેવા આવેલ નિરીક્ષકો પાસે પોતાની સક્ષમતા સાથે દાવેદારી કરી હતી આમ તો આ ભારતીય જનતા પાર્ટીની પ્રલાણી મુજબ સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી ત્યારે જે રીતે સેન્સ લેવામાં આવે છે તે મુજબ નામો જાહેર થાય છે કે પછી અગાઉ થી નામો નક્કી થયા મુજબ જાહેર થશે તેતો આગામી તા.13 સપ્ટેમ્બર ના રોજ ખબર પડશે કે જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખ ની જવાદારી કોના શિરે મુકવામાં આવશે પક્ષના વફાદાર વ્યક્તિઓને મુકાશે કે પછી જ્ઞાતિ સમીકરણો જોઈને નિમણૂંક આપવામાં આવશે.
આગામી 2024ની ચૂંટણી ધ્યાને રાખી નિમણૂક ?
આગામી 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજ્યના અનેક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને પાલિકા પ્રમુખોની અઢી વર્ષની ટર્મ પુરી થતા નવા હોદેદારોની નિમણૂંક કરવાની સેન્સ પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને નિમણૂંક કરવામાં આવશે કે પછી પક્ષના વફાદાર વ્યક્તિ કે લોકસભાના જાતિ સમીકરણ મુજબ નિમણૂંક થશે તે આગામી દિવસોમાં નક્કી થશે.