-નિફટી ૬૬ પોઈન્ટ ઘટીને ૨૩૫૦૧ : FPIs/FIIની રૂ.૧૭૯૦ કરોડની વેચવાલી
– યુરોપના બજારોમાં ઝડપી ઘટાડા સાથે વૈશ્વિક બજારોની નરમાઈએ શેરોમાં ફોરેન ફંડોનું ફરી પ્રોફિટ બુકિંગ
ફ્રાંસમાં રાજકીય હલચલે યુરોમાં ખાનગી ક્ષેત્રે બિઝનેસ પ્રવૃતિમાં રિકવરી અટક્યાના અહેવાલ અને હવે વિયેતમનામની રશિયન પ્રમુખ પુતિનની મુલાકાત અને નોર્થ કોરિયા મામલે અમેરિકા સાથે ઘર્ષણ વધવાના અને જીઓપોલિટીકલ ટેન્શન વધવાના સંકેતે વૈશ્વિક બજારોમાં એશીયા, યુરોપના બજારોમાં મોટા ઘટાડા સાથે સપ્તાહના અંતે આજે ઈન્ડેક્સ બેઝડ વિક્રમી તેજીને વિરામ મળ્યો હતો.ઘર આંગણે ચોમાસાની પ્રગતિ ધીમી થતાં અને ઘણા શેરોમાં ઓવરબોટ પોઝિશને આજે ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર ફંડો, મહારથીઓએ તેજીનો વેપાર હળવો કર્યો હતો. ફંડોએ ઓટોમોબાઈલ, ઓઈલ-ગેસ, કેપિટલ ગુડઝ, એફએમસીજી શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું. જો કે લોકલ ફંડોની સાથે કેટલાક હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનું પસંદગીના આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આકર્ષણ રહ્યું હતું. સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડોએ આજે વોલેટીલિટી બાદ બજારને નરમાઈ તરફી ધકેલ્યું હતું. સેન્સેક્સ અફડાતફડીના અંતે ૨૬૯.૦૩ પોઈન્ટ ઘટીને ૭૭૨૦૯.૯૦ અને નિફટી સ્પોટ ૬૫.૯૦ પોઈન્ટ ઘટીને ૭૭૨૦૯.૯૦ બંધ રહ્યા હતા.
- Advertisement -
ઓટો ઈન્ડેક્સ ૪૦૫ પોઈન્ટ ઘટયો : ટયુબ ઈન્વેસ્ટ રૂ.૨૨૩ તૂટી રૂ.૩૯૮૭ : ટાટા મોટર્સ, મહિન્દ્રા ઘટયા
ક્રુડ ઓઈલના ફરી વધતાં ભાવ સાથે પેટ્રોલ, ડિઝલના ભાવમાં તોળાતા વધારાને લઈ સાવચેતીમાં ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે સતત ફંડોની નફારૂપી વેચવાલી નીકળી હતી. પ્રમુખ ઘટનાર શેરોમાં ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૨૨૨.૮૫ તૂટીને રૂ.૩૯૮૬.૯૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૧૬.૮૦ ઘટીને રૂ.૩૨૦૦.૧૫, ટાટા મોટર્સ રૂ.૧૭.૦૫ ઘટીને રૂ.૯૬૧.૦૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૩૩.૭૦ ઘટીને રૂ.૨૮૩૭, હીરો મોટોકોર્પ રૂ.૫૩.૩૫ ઘટીને રૂ.૫૪૫૧.૯૦, એમઆરએફ રૂ.૧૧૪૮.૭૦ ઘટીને રૂ.૧,૨૫,૨૧૧, સુંદરમ રૂ.૭.૭૦ ઘટીને રૂ.૧૨૯૩.૫૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૦૫.૮૧ પોઈન્ટ ઘટીને ૫૬૭૪૨.૩૮ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં કાર્બોરેન્ડમ રૂ.૫૮ ઘટીને રૂ.૧૬૯૧ : ટીમકેન રૂ.૧૨૯.૭૫ ઘટીને રૂ.૪૪૩૦
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે ફંડોએ ફરી વેચવાલી કરતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૯૪.૩૪ પોઈન્ટ ઘટીને ૭૧૭૭૯.૨૨ બંધ રહ્યો હતો. કાર્બોરેન્ડમ રૂ.૫૮.૨૦ ઘટીને રૂ.૧૬૯૧.૧૦, ટીમકેન રૂ.૧૨૯.૭૫ ઘટીને રૂ.૪૪૩૦, ગ્રાઈન્ડવેલ નોર્ટન રૂ.૬૪.૩૦ ઘટીને રૂ.૨૬૮૮.૧૦, ભારત ફોર્જ રૂ.૪૦.૫૫ ઘટીને રૂ.૧૭૪૯.૮૦, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૭.૦૫ ઘટીને રૂ.૩૦૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૧૮.૮૦ ઘટીને રૂ.૫૧૬૮.૫૫, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૩૬૭.૩૦ ઘટીને રૂ.૧૬,૩૧૭.૭૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૬૪ ઘટીને રૂ.૩૫૩૩.૧૦, એબીબી ઈન્ડિયા રૂ.૧૪૫.૫૫ ઘટીને રૂ.૮૩૯૭.૩૫, સિમેન્સ રૂ.૯૦.૩૫ ઘટીને રૂ.૭૪૩૦.૩૫ રહ્યા હતા. જ્યારે રેલ વિકાસ રૂ.૨૨.૩૫ વધીને રૂ.૪૦૯.૭૦, સુઝલોન એનજીૅ રૂ.૨.૫૨ વધીને રૂ.૫૩.૦૪ રહ્યા હતા.
- Advertisement -
એફએમસીજી શેરોમાં તેજીનો વેપાર હળવો કરતાં ફંડો : નેસ્લે ઈન્ડિયા, વાડીલાલ, બન્નારી અમાન ઘટયા
એફએમસીજી શેરોમાં પણ આજે ફંડોએ તેજીનો વેપાર આંશિક હળવો કરતાં બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૨૦.૯૭ પોઈન્ટ ઘટીને ૨૦,૩૨૫.૮૮ બંધ રહ્યો હતો. બન્નારી અમાન સુગર રૂ.૧૯૬.૪૦ ઘટીને રૂ.૩૦૦૭.૫૦, કાવેરી સીડ રૂ.૪૯.૬૦ ઘટીને રૂ.૯૬૫, તિલકનગર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦.૬૫ ઘટીને રૂ.૨૬૨, મેરિકો રૂ.૧૯ ઘટીને રૂ.૬૦૯.૫૫, ત્રિવેણી એન્જિનિયરીંગ રૂ.૧૩.૪૦ ઘટીને રૂ.૪૦૪, અવન્તિ ફીડ્સ રૂ.૧૬.૭૦ ઘટીને રૂ.૬૧૫.૪૦, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૯૨.૬૫ ઘટીને રૂ.૪૪૬૬, અવધ સુગર રૂ.૧૨.૭૦ ઘટીને રૂ.૬૬૯.૭૫, નેસ્લે ઈન્ડિયા રૂ.૪૩.૩૫ ઘટીને રૂ.૨૪૯૫ રહ્યા હતા.
ક્રુડ વધતાં ભાવ બ્રેન્ટ ૮૫.૬૨ ડોલર : રિલાયન્સ, લિન્ડે ઈન્ડિયા, એચપીસીએલ, બીપીસીએલ ઘટયા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સતત મજબૂત રહી વધી રહ્યા હોઈ ફંડોની આજે ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી રહી હતી. બ્રેન્ટ ક્રુડ સાંજે ૮૫.૬૨ ડોલર નજીક અને નાયમેક્ષ ક્રુડ ૮૧.૨૨ ડોલર નજીક રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૭૫.૨૯ પોઈન્ટ ઘટીને ૨૮૮૬૩.૩૦ બંધ રહ્યો હતો. લિન્ડે ઈન્ડિયા રૂ.૩૫૯ ઘટીને રૂ.૮૩૫૯.૬૦, એચપીસીએલ રૂ.૭.૧૦ ઘટીને રૂ.૩૪૨.૧૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૩.૭૫ ઘટીને રૂ.૨૧૪.૮૦, બીપીસીએલ રૂ.૫.૩૫ ઘટીને રૂ.૩૦૭.૮૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૯.૬૦ ઘટીને રૂ.૨૯૦૬.૮૦, આઈઓસી રૂ.૨.૨૦ ઘટીને રૂ.૧૬૬.૭૫, ઓએનજીસી રૂ.૨.૨૦ ઘટીને રૂ.૨૬૯.૬૫ રહ્યા હતા.
આઈટી શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ : મેપમાય ઈન્ડિયા રૂ.૧૩૦ ઉછળી રૂ.૨૫૩૩ : ન્યુજેન, ઝેનસાર વધ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ આજે ઘટાડે પસંદગીની ખરીદી કરતાં બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૬૭.૦૨ પોઈન્ટ વધીને ૩૬૧૭૨.૭૧ બંધ રહ્યો હતો. મેપમાય ઈન્ડિયા રૂ.૧૩૦.૮૦ ઉછળીને રૂ.૨૫૩૨.૭૦, ન્યુજેન રૂ.૫૦.૩૦ વધીને રૂ.૧૦૦૩, ઝેનસાર ટેકનોલોજી રૂ.૩૧.૭૦ વધીને રૂ.૭૫૨.૪૫, આર સિસ્ટમ્સ રૂ.૧૯.૯૦ વધીને રૂ.૫૦૫.૯૦, હેપ્પિએસ્ટ માઈન્ડ રૂ.૨૪.૧૫ વધીને રૂ.૯૦૬.૬૫, કોફોર્જ રૂ.૭૦.૩૦ વધીને રૂ.૫૩૮૭.૯૫, રામકો સિસ્ટમ રૂ.૮ વધીને રૂ.૩૩૯, કેપીઆઈટી સિસ્ટમ રૂ.૩૬.૨૫ વધીને રૂ.૧૫૮૮.૦૫, ટીસીએસ રૂ.૨૨.૩૫ વધીને રૂ.૩૮૦૮.૯૫, ઈન્ફોસીસ રૂ.૧૬.૪૦ વધીને રૂ.૧૫૩૧.૭૦, માસ્ટેક રૂ.૫૪.૭૫ વધીને રૂ.૨૭૩૬ રહ્યા હતા.
સાવચેતીમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી થઈ : ૨૦૮૬ શેરો નેગેટીવ બંધ
સાવચેતી સાથે ઘણા ઓવર વેલ્યુએશને પહોંચેલા સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ઓપરેટરોએ સપ્તાહના અંતે ઓવરબોટ પોઝિશન હળવી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવમાંથી નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૮૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૨૫૪થી ઘટીને ૧૭૮૪ અને ઘટનારની સંખ્યા ૧૬૧૨થી વધીને ૨૦૮૬ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૨૬ લાખ કરોડ ઘટીને રૂ.૪૩૪.૪૮ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટી બેઝડ રેકોર્ડ તેજી સાથે આજે ફરી એ ગુ્રપ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૧.૮૦ લાખ કરોડ વધીને રૂ.૪૩૫.૭૫ લાખ કરોડ પહોંચ્યું હતું.
FPIs/FIIની શેરોમાં રૂ.૧૭૯૦ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૨૩૭ કરોડની ચોખ્ખી ખરીદી