શેરબજારમાં પ્રોફિટ બુકિંગ તેમજ આવતીકાલે એફએન્ડઓ એક્સપાયરીના પગલે સેટલમેન્ટનું પ્રમાણ વધતાં શેરબજાર આજે ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સે સળંગ ચાર ટ્રેડિંગ સેશન સુધી જાળવી રાખેલી 75 હજારની સપાટી આજે તોડી છે. રોકાણકારોની મૂડીમાં રૂ. 1.39 લાખ કરોડનો ઘટાડો થયો છે.
આજે સેન્સેક્સ 74826.94 પર ખૂલ્યાં બાદ 556.21 પોઈન્ટ તૂટી 74614.24ની બોટમે પહોંચ્યો હતો. 11.00 વાગ્યે 521.16 પોઈન્ટ તૂટી 74650 પર કારોબાર થઈ રહ્યો છે. નિફ્ટી 148.90 પોઈન્ટ તૂટી 22739.25 પર ટ્રેડ થઈ રહ્યો છે.
- Advertisement -
રોકાણકારોની મૂડી 4.65 લાખ કરોડ ઘટી
સેન્સેક્સે 27 મેના રોજ 76009.68ની ઓલટાઈમ હાઈ સપાટી નોંધાવ્યા બાદ બે ટ્રેડિંગ સેશનમાં સમાચાર લખાયા ત્યાં સુધીમાં જોવા મળેલી બોટમ 74614.24 પોઈન્ટ સામે 2395.44 પોઈન્ટ તૂટ્યો છે. નિફ્ટીમાં પણ તેની સર્વોચ્ચ ટોચથી 391 પોઈન્ટનું ગાબડું નોંધાયું છે. બીએસઈ માર્કેટ કેપ 420.23 લાખ કરોડની ટોચે નોંધાયા બાદ ચાર ટ્રેડિંગ સેશનમાં 4.65 લાખ કરોડ ઘટ્યું છે.
માર્કેટ બ્રેડ્થ નેગેટીવ
- Advertisement -
બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 3627 સ્ક્રિપ્સમાંથી 1564 સુધારા તરફી અને 1916 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. 112 શેર્સ વર્ષની ટોચે અને 35 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા છે. 164 સ્ક્રિપ્સ અપર સર્કિટ સાથે અને પેટીએમમાં 5 ટકા લોઅર સર્કિટ સહિત 214 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ વાગી છે. સેન્સેક્સ પેકના છ શેર્સ પાવર ગ્રીડ (1.53 ટકા), નેસ્લે (0.99 ટકા), સન ફાર્મા (0.67 ટકા), ભારતી એરટેલ (0.14 ટકા), બજાજ ફાઈનાન્સ (0.04 ટકા), એચસીએલ ટેક (0.02 ટકા) સુધર્યા છે. જ્યારે અન્ય 24 શેર્સ 1.66 ટકા સુધી તૂટ્યા છે.
શેરબજારમાં ઘટાડા પાછળ કારણો
-એફએન્ડઓ એક્સપાયરીના સેટલમેન્ટનું પ્રમાણ વધ્યું
-ચૂંટણી પરિણામો પહેલાં રેકોર્ડ તેજીમાં પ્રોફિટ બુકિંગ વધ્યું
-રોકાણકારોની અમેરિકા દ્વારા ફુગાવાના આંકડા, ભારતના જીડીપી આંકડાઓ પર નજર
-ઈન્ડિયા VIXમાં ઉછાળો, વોલેટિલિટીમાં વધારો