અમેરિકામાં બદલાયેલા વાતાવરણની અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે. શેરબજારમાં આજે સતત બીજા દિવસે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગઈકાલે એટલે કે બુધવારે શેરબજારમાં જબરદસ્ત ઘટાડો હતો જે આજે પણ ચાલુ છે અને શેરબજારમાં ઘટાડા સાથે વેપાર શરૂ થયો છે. બેંક શેરોમાં આજે પણ ઘટાડો જોવા મળી રહી છે. બુધવારે BSE સેન્સેક્સ 676 પોઈન્ટ ઘટીને 65,782 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 207 પોઈન્ટ ઘટીને 19,514 પોઈન્ટ પર બંધ થયો હતો.
- Advertisement -
અમેરિકામાં બદલાયેલા વાતાવરણની અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે. શેરબજારમાં આજે સતત બીજા દિવસે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. BSE સેન્સેક્સ 232 પોઈન્ટના ઘટાડા સાથે 65,550 પોઈન્ટ પર ખુલ્યો હતો તો NSE નિફ્ટી 63પોઈન્ટ ઘટીને 19,463 પોઈન્ટના સ્તરે ખુલ્યો હતો.
સેન્સેક્સના 30માંથી 11 શેરોમાં તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે અને 19 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય NSE નિફ્ટીના 50 શેરોમાંથી 21 શેર ઝડપી ટ્રેડ કરી રહ્યાં છે અને 29 શેરોમાં ઘટાડો છે. જો કે ઓનલાઈન ગેમિંગ પર 28% GST લાદવાના નિર્ણયથી ડેલ્ટા કોર્પ, નઝારા ટેક સહિતની મોટાભાગની ગેમિંગ કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.