BSE સેન્સેક્સ 708 પોઈન્ટના ઘટાડા સાથે 81158 ના સ્તર પર ખુલ્યો તો નિફ્ટી 221 પોઈન્ટ ઘટીને 24789 પર
આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસ એટલે કે શુક્રવાર 2 ઓગસ્ટ નબળા વૈશ્વિક સંકેતોને કારણે શેર બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું. BSE સેન્સેક્સ 708 પોઈન્ટના ઘટાડા સાથે 81158 ના સ્તર પર ખુલ્યો છે આ સાથે નિફ્ટી 221 પોઈન્ટ ઘટીને 24789 પર છે. પ્રી-ઓપનિંગમાં સેન્સેક્સ પરના તમામ શેર લાલ નિશાનમાં હતા.
- Advertisement -
મહત્વનું છે કે, આજે સવારે જ સ્થાનિક શેરબજારમાં ઘટાડાની પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરાઇ હતી. કારણ કે GIFT નિફ્ટી 24,820ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો જે નિફ્ટી ફ્યુચર્સના અગાઉના બંધ કરતાં લગભગ 215 પોઈન્ટ નીચે છે, જે ભારતીય શેરબજાર માટે સારા સંકેત નથી. એશિયન બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે અમેરિકન શેર બજારો પણ નુકસાન સાથે બંધ થયા હતા.
અગાઉ ગુરુવારે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો નવી બંધ ઊંચાઈએ બંધ થયા હતા. સેન્સેક્સ 126.21 પોઈન્ટ અથવા 0.15 ટકા વધીને 81,867.55 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 59.75 પોઈન્ટ અથવા 0.24 ટકા વધીને 25,010.90 પર બંધ થયો હતો.
શેરબજારમાં ઘટાડાનું શું છે કારણ ?
- Advertisement -
એવું માનવામાં આવે છે કે, જ્યારે મિડલ ઈસ્ટમાં યુદ્ધના ભણકારા હોય ત્યારે ક્રૂડ ઓઇલ અને શેરમાર્કેટ પર તેની અસરો જોવા મળે છે. હાલ ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને લેબનોન છોડવા માટે કહ્યું છે. ભારત ઉપરાંત અન્ય ઘણા દેશોએ પણ પોતાના નાગરિકોને લેબનોન ન જવાની સલાહ આપી છે. તેણે તેના નાગરિકોને લેબનોન છોડવા પણ કહ્યું છે.