-રૂ.301 થી 317ની પ્રાઈસ બેન્ડ
સેન્કો ગોલ્ડ લિમિટેડ 04 જુલાઈ, 2023ના રોજ રૂ. 4,050 મિલિયનના મૂલ્ય સુધીના રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સના આઈપીઓ સબસ્ક્રિપ્શન ખોલવાની દરખાસ્ત કરે છે. આઈપીઓમાં રૂ. 2,700 મિલિયન સુધીના ઇક્વિટી શેરના નવા ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) અને SAIF Partners India IV Limited દ્વારા રૂ 1,350 મિલિયન સુધીના ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
- Advertisement -
ઓફરનો પ્રાઇસ બેન્ડ રૂ. 301 થી રૂ. 317 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 47 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 47 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.કંપનીએ ફ્રેશ ઇશ્યૂની ચોખ્ખી આવકનો ઉપયોગ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતને ભંડોળ પૂરું પાડવા માટે કરવાની દરખાસ્ત કરી છે જે રૂ. 1,960 મિલિયન હોવાનો અંદાજ છે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે છે.
આ ઓફર સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) નિયમો, 1957ના નિયમ 19(2)(બ)ની શરતો સુધારેલ મુજબ કરવામાં આવી રહી છે, ઓફરના 50%થી વધુ નહીં તેટલા શેર્સ લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદદારોને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે.જેમાંથી એક તૃતીયાંશ માત્ર સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે જ આરક્ષિત રહેશે, એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં સબસ્ક્રિપ્શન ઓછું હોય અથવા નોન-એલોકેશનની સ્થિતિમાં, બેલેન્સ ઇક્વિટી શેર નેટ QIB પોર્શનમાં ઉમેરવામાં આવશે. વધુમાં, નેટ QIB ભાગનો 5% માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે.
બાકીનો નેટ QIB ભાગ મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ QIB બિડર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઓફર કિંમત પર અથવા તેનાથી વધુની માન્ય બિડ્સ પ્રાપ્ત થાય. જો કે, જો મ્યુચ્યુઅલ ફંડની કુલ માંગ નેટ QIB ભાગના 5% કરતા ઓછી હોય, તો મ્યુચ્યુઅલ ફંડના ભાગમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર્સ ચઈંઇને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ QIB ભાગમાં ઉમેરવામાં આવ.આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ, એમ્બિટ પ્રાઇવેટ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ ઓફર માટે બુક રનિંગ લીડ મેનેજર્સ
- Advertisement -