ખાસ-ખબર સંવાદદાતા
વઢવાણ પંથકમાં રૂા. 1 અબજના ખર્ચે સમસ્ત રાજપૂત સમાજનું ભવાની ધામ આકાર લઈ રહ્યું છે ત્યારે ભવાની ધામ વસ્તડી ખાતે પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયા સહિત રાજકોટના વરિષ્ઠ અગ્રણીઓ પ્રવીણભાઈ ધોળકીયા અને સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ ગુજરાતી ભવનના વડા બળવંતભાઈ જાની મંદિરની મુલાકાત લેવા પહોંચ્યા હતા. આ તકે મહેશભાઈ, તેજસભાઈ ભવાની ધામ ક્ધવીનર એન્ડ કોર્ડીનેટર સહિતના લોકોએ આ તમામ અગ્રણીઓને આવકાર્યા હતા. આગામી સમયમાં વિશાળ અને સુવિધાયુક્ત ભવાની ધામ બનશે. વર્તમાન સમયે મા ભવાની ધામ બનાવવા માટે વઢવાણ તાલુકાના વસ્તડી ગામમાં બની રહેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે રૂા. 1 અબજના ખર્ચે ભવાની ધામ બનશે જેની મુલાકાત રાજકોટના વરિષ્ઠ અગ્રણીઓએ લીધી હતી.