કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂર એક અનોખા વ્યકિતત્વ ધરાવતા નેતાની સાથે સાથે બહુમુખી પ્રતિભાશાળી લેખક પણ છે. તેઓ લોકસભાના સાંસદ પણ છે. કોંગ્રેસના આ નેતાનું ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘શેવેલેયર દી લા લીઝન ધી ઓનર’થી ફ્રાન્સ સરકાર સન્માનિત કરશે.
ભારતમાં ફ્રાન્સના રાજદૂત ઈમેનુએલ લેનેને થરૂરને આ સન્માનના બારામાં જાણકારી આપી હતી. થરૂરે ટ્વીટ કરી પ્રતિક્રિયા આપતા લખ્યું છે- ફ્રાન્સની સાથે સંબંધોને મહત્વ આપનારા, ભાષાને પ્રેમ કરનારા અને સંસ્કૃતિની પ્રશંસા કરનાર વ્યકિતના રૂપમાં હું આ સન્માન મેળવીને ગૌરવ અનુભવું છું, જેમણે મને આ સન્માન માટે લાયક સમજયો. થરૂરને આ સન્માન મળતા તેમના પર અભિનંદન વર્ષા થઈ રહી છે.
- Advertisement -
Thanks @atulkasbekar ! Great to hear from a Campionite in such terms https://t.co/k1l2XAh0Sj
— Shashi Tharoor (@ShashiTharoor) August 13, 2022
- Advertisement -
ઉલ્લેખનીય છે કે શશી થરૂરે યુએનમાં 23 વર્ષ રાજદૂત તરીકે સેવા બજાવી છે. અનેક પુસ્તકો પણ લખ્યા છે. થરૂરને 2010માં પણ સ્પેનનું આવું સન્માન મળ્યું હતું.



