ખાસ-ખબર ન્યૂઝગિર-સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં મિશન લાઈફ અભિયાન અંતર્ગત જળ સંરક્ષણ વિષય પર ખેડૂતો માટે એક માહિતીસભર સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કુલ 160થી વધુ ખેડૂતોએ ઉપસ્થિત રહી અને જળ સંરક્ષણના વિવિધ પગલા વિશે વિસ્તૃતમાં માહિતી મેળવી હતી. સેમિનારમાં મુખ્ય વક્તા શ્રી ડો. ધવલ વારગીયા અને શ્રી આકાશ ભટ્ટે ઉપસ્થિત ખેડૂતોને જળ સંરક્ષણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સેમિનારમાં વરસાદી પાણીનો સંચય કરીને ભૂગર્ભ જળસ્તર વધારવા, ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરીને પાણીનો વ્યય અટકાવવો. ઓછી પાણી માગતી ખેતી પદ્ધતિ અપનાવવી. અમૃત સરોવર જેવી યોજનાઓનો ઉપયોગ કરીને ગામસ્તરે પાણી સંચય કરવા જેવી બાબતોથી વાકેફ કરવામાં આવ્યાં હતાં.
ગીર ગઢડા ખાતે મિશન લાઈફ અંતર્ગત જળ સંરક્ષણ વિષયક સેમિનાર



