જિલ્લાની શાળાઓમાં ઉત્સાહભેર પરીક્ષાનો પ્રારંભ થયો
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગની સૂચના મુજબ આજથી શાળાઓમાં વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષાનો પ્રારંભ થયો છે. જૂનાગઢ જિલ્લાની ખાનગી તેમજ સરકારી શાળાઓમાં ધોરણ નવ થી 12ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ આજથી સત્રાંત પરીક્ષા આપશે.જ્યારે પ્રાથમિક વિભાગમાં ટૂંક જ સમયમાં પરીક્ષાઓનો પ્રારંભ થશે. જોકે કેટલીક ખાનગી શાળાઓમાં પરીક્ષાઓ શરૂ થઈ ગયેલ છે. વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષાઓ આપી રહ્યા છે. પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ 21 દિવસનું દિવાળી વેકેશન શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પરીક્ષા પૂર્ણ કરી વિદ્યાર્થીઓ તહેવારોની મજા માણવા આતુર જણાઈ રહ્યા છે.