જૂનાગઢ જિલ્લામાં આગામી તા.7 મે ના રોજ લોકસભા અને વિધાનસભા ચૂંટણીનું મતદાન યોજાનાર છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં મતદાન જાગૃતિ ઝુંબેશ વધુને વધુ વેગવાન બની છે તે માટે જૂનાગઢ શહેરના નેહરુ પાર્ક સોસાયટી, સરદારબાગ જેવા જાહેર સ્થળોએ સોશ્યલ મીડિયા ઈન્ફલેયેન્સર,અન્ય લોકોએ તેમના પરિવાર સાથે લોકો વચ્ચે સેલ્ફી કેમ્પેન યોજી સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર ફોટો અપલોડ કર્યા હતા.
અને મતદાન માટે નાગરિકોને અપીલ કરી હતી.તંત્ર દ્વારા પણ છેલ્લા ઘણા સમય થી વધુ મતદાન થાય તેના અનેક જગ્યા પર અલગ અલગ પ્રયાસો હાથ ધરી વધુ મતદારો મતદાન કરે તેના માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે.