એપ્લાઈડ ઓટો પાર્ટ્સ અને શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ અપાશે; એડવાન્સ બોડી સ્કેન અને કાંસ્ય થેરાપી આકર્ષણનું કેન્દ્ર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જાણીતા ઉદ્યોગપતિ અને એપ્લાઇડ ઓટો પાર્ટ્સના સ્વ. દિનેશભાઈ કરશનભાઈ જાવિયાની 16મી પુણ્યતિથિ નિમિત્તે માનવસેવાના ઉમદા કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે. એપ્લાઇડ ઓટો પાર્ટ્સના ડિરેક્ટર્સ અને શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન-રાજકોટના વિનયભાઈ જસાણીના સહયોગથી આવતીકાલે લોધિકા ૠઈંઉઈ, મેટોડા ખાતે ભવ્ય મેડિકલ કેમ્પ અને મહારેક્તદાન કેમ્પ યોજાશે.
આધુનિક ટેકનોલોજીથી હેલ્થ ચેકઅપ ઉદ્યોગપતિ વજુભાઈ વસોયા, દીપકભાઈ પટેલ અને બ્રિજેશભાઈ જાવિયાએ વિગતો આપતા જણાવ્યું કે, આ કેમ્પમાં રક્તદાનની સાથે એડવાન્સ બોડી સ્કેન દ્વારા વેઈટ લોસ એનાલિસિસ કરવામાં આવશે. જેમાં ઇખઈં ચેકિંગ, બોડી ફેટ, મસલ અને વોટર એનાલિસિસ જેવી વિગતો મળશે, જે સુરક્ષિત રીતે વજન ઘટાડવા માંગતા લોકો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
આ ઉપરાંત, કેમ્પમાં કાંસ્ય થેરાપી, ફૂટ મસાજ મશીન થેરાપી અને જનરલ મેડિકલ સલાહ જેવી સેવાઓ પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.
સમય અને સ્થળની વિગત આ કેમ્પ તા. 30-12-2025, મંગળવારના રોજ સવારે 09:00 થી બપોરે 04:00 વાગ્યા સુધી એપ્લાઇડ ઓટો પાર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, મેટોડા ખાતે રાખવામાં આવ્યો છે. રક્તદાતાઓનું વિશેષ બહુમાન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા બ્રિજેશભાઈ જાવિયા, હાર્દિકભાઈ પટેલ, કૃણાલભાઈ વસોયા અને એપ્લાઇડ પરિવાર જહેમત ઉઠાવી રહ્યા છે. આયોજકો દ્વારા વધુમાં વધુ લોકોને આ સેવાયજ્ઞમાં જોડાવા અને રજીસ્ટ્રેશન માટે મો. 82380 90587 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.



