લોકડાયરામાં જાણીતા કલાકારો કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, બ્રીજરાજદાન ગઢવી, યોગેશદાન બોક્ષા, સાંઇરામ દવે સોરઠની સરવાણીના સૂરો રેલાવશે
ખાસ-ખબર સંવાદદાતા
સ્વ. મહીપતસિંહ ભાવુભા જાડેજાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે છઅછ ફાઉન્ડેશનના પ્રણેતા રાજદીપસિંહ અનીરૂદ્ધસિંહ જાડેજા, રીબડા દ્વારા ભવ્ય લોકડાયરો અને મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહા રક્તદાન કેમ્પ તા. 01/02/2024 ગુરૂવારના રોજ સવારે 6:00થી બપોરે 2 કલાક સુધી શ્રી મહીરાજ બજરંગબલી મંદિર પાસે, નેશનલ હાઇવે, રીબડા ખાતે કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પ થેલેસેમિયા તથા ગંભીર બિમાર દર્દીઓના લાભાર્થે કરવામાં આવ્યું છે. તેમજ ગોંડલ તાલુકાની નામાંકિત તમામ ગૌશાળાના લાભાર્થે 01/02/2024ના રાત્રે 9:00 વાગ્યે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય લોકડાયરામાં જાણીતા કલાકારો કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, બ્રીજરાજદાન ગઢવી, યોગેશદાન બોક્ષા, સાંઇરામ દવે સોરઠની સરવાણીના સૂરો રેલાવશે.
આ ભવ્ય આયોજનમાં આદરણીય સંત લાલબાપુ (ગધેથડ), ભાઇશ્રી રમેશભાઇ ઓઝા (પોરબંદર), કરશનદાસબાપુ (પરબધામ), મુક્તાનંદ બાપુ (ચાપરડા), ઇન્દ્રભારથી બાપુ (ભવનાથ, જુનાગાઢ), જીજ્ઞેશદાદા (કથાકાર), પીર યોગીશ્રી શેરનાથ બાપુ (જુનાગઢ), રાજુરામ બાપુ (વાળધરી), બુધ્ધગીરી બાપુ (જુના અખાડા), રાજેન્દ્રદાસ બાપુ (તોરણીયા), મહંતશ્રી વિજયબાપુ (સતાધાર), રમજુબાપુ (સાંગાણા), હરિહરાનંદ બાપુ (જુનાગઢ), મોગલકુળ (કબરાઉ), મહાદેવગીરી બાપુ (ભવનાથ), કમલગીરી બાપુ (જુનાગઢ), તનસુખગીરી બાપુ (જુનાગઢ), વેજનાથગીરી બાપુ (ભવનાથ), દિસાનંદબાપુ (જુનાગઢ), દાનભા બાપુ (ભોળાદ), મામા સરકાર (માંગરોળ), વિક્રમગીરી બાપુ (સોમનાથ), વિજયભાઇ જોષી (માલસર), ગગનબાપુ (ઉજ્જૈન), સર્વ મહંત પરિવાર (રાંદલના દળવા), નિરૂબાપુ (સણોસરા), હસુબાપુ (રાજકોટ), સર્વ મહંત પરિવાર (ચોટીલા)ના આર્શિવચનો મળ્યા છે. આ કાર્યક્રમનું આયોજન માનવ સેવા તથા ગૌસેવાના લાભાર્થ રાજનેદ્રસિંહ મહિપતસિંહ જાડેજા, ણનીરૂદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા, જયદીપસિંહ ભગીરથસિંહ જાડેજા, મેહુલસિંહ રામદેવસિંહ જાડેજા, બલભદ્રસિંહ મહાવીરસિંહ જાડેજા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.