નાણાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
સ્વ. કીર્તિકુમાર કેશવલાલ રવાણી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા તાજેતરમાં નાણાંકીય યોદ્ધા એવોર્ડ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી લોકસાહિત્યના દોહા છંદ કવિતા છપાકરાના સથવારે અદભુત અવિસ્મરણીય આ કાર્યક્રમને સૌએ માણ્યો હતો.
- Advertisement -
આ તકે મુખ્ય મહેમાન તરીકે વોઇસ ઓફ ડેના એમ. ડી તથા ઓનર કૃણાલભાઈ મણિયાર અને તેમના પત્ની મીરાબેન દોશી મણિયાર ઉપસ્થિત રહ્યા હતા. અરિહંત પરિવાર તથા મેહુલભાઈ રવાણી દ્વારા તેમનું સન્માન કરાયું હતું તેમજ અન્ય મહેમાનોમાં રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ, ગોંડલ સંઘાણી સંપ્રદાયના પ્રમુખ અશોકભાઈ કોઠારી, શિવસેના ગુજરાત પ્રદેશ પ્રભારી જીમ્મીભાઈ અડવાણી, જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટના પૂર્વ પ્રમુખ સુભાષભાઈ બાવીશી, જીવદયાપ્રેમી કેતનભાઇ સંઘવી સંદીપભાઈ ગાંધી, દક્ષેશભાઈ કોઠારી અને એન. જે. ઇન્ડિયા ઇન્વેસ્ટના પ્રશાંતભાઈ કક્કડ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ફ્રેનકલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડના એરીયા મેનેજર પ્રવીણચંદ્ર સુમેસરા, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડના ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ અમીત દોશી, આઇસીઆઇસીઆઇ મ્યુચ્યુઅલ ફંડના ચેનલ હેડ જીનેશ શેઠ, આઇસીઆઇસીઆઇ મ્યુચ્યુઅલ ફંડના રિજીનલ હેડ રવિ કાછેલા, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના સર્કલ મેનેજર ગુજરાત વેસ્ટ અમિશ ડોબરીયા તથા આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડના ક્લસ્ટર હેડ વેસ્ટ ગુજરાત આશિષ પોપટ સહિતના મેમ્બરોનું સન્માન કરાયું હતું.
આ એવોર્ડ ફંક્શનમાં મેહુલભાઈએ સન્માનિત કર્મચારીઓને પરંપરાગત ગુજરાતી ખેસ, ગોલ્ડ મેડલ, પ્રતિષ્ઠિત સ્મૃતિચિન્હ તેમજ સન્માનપત્ર આપીને તેમની કૃતજ્ઞતા અને આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડોલીબેન રવાણી, વત્સલભાઈ રવાણી તથા અરિહંત ટીમના સિનિયર રાધિકા આડેસરા, દેવાંગ સતીયા, ક્રિષ્નાબેન પાબારી, ડોલી કોઠારી, ઉદય કંદોઈ, રવિ જીલકા, પ્રાચી શર્મા, ખુશાલી શાહ તેમજ જૈન સોશ્યલ ગ્રુપના હર્ષદભાઈ મહેતા અને ધનેશ દોશીએ જહેમત ઉઠાવી હતી.