ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળના સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના હોદ્દેદારોની મહત્વની બેઠક મળી હતી.જેમાં પટેલ, અધ્યક્ષ અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. કામનાથ મંદિર સોમનાથ હોલમાં સમસ્ત ખારવા સમાજની પરંપરા પ્રમાણે કામનાથનો ડાયરો રાખવામાં આવેલ.
જેમ ગત વર્ષના સમાજના પટેલ કીરીટભાઈ ફોફંડી ધ્વારા સમગ્ર વર્ષના સમાજના કામકાજ અને હિસાબોનો અહેવાલ રજુ કરવામાં આવેલ.ત્યારબાદ કીરીટભાઈ ઘ્વારા ગત વર્ષમાં કરવામાં આવેલ સમાજીક, ધાર્મીક અન્ય કામકાજો અને વિશેષ શિક્ષણને લઈને સમાજની દીકરીઓને અને દીકરાઓને પગભર કરવા, કોમ્પ્યુટર કલાસ, બેજીક કોર્ષ, ટેલી, સ્પોકન ઈંગ્લીશ કલાસ, નેટની પરીક્ષાના કલાસ જેવી શિક્ષણને લગતી તેમજ સમાજના દીકરા દીકરીઓ આગળ વધે તે માટેની કામગીરીઓ કરવામા આવેલ તથા સમાજની બહેનોને પગભર કરવા શિવણ કલાસ, રંગોલી સ્પર્ધા સમાજના પાયાના મુખ્ય કામો જે કરેલ તે બાબતે આ કામનાથના ડાયરામાં ઉપસ્થિત તમામ લોકોએ પટેલને બિરદાવ્યા હતા ત્યારબાદ નવા વર્ષ માટે નવી નિમણૂંકની જાહેરાત કરવામાં આવેલ. જેમાં પટેલ તરીકે દામજીભાઇ ધનજીભાઈ ફોફંડીની સ્વનુમિતે વરણી કરવામાં આવેલ તેમજ સમાજના અધ્યક્ષ તરીકે ફરીથી લખમભાઈ ભેંસલા તથા સમાજના ઉપપટેલ તરીકે ગોવીંદભાઈ વણીક, પદમભાઈ માલમડી, ગોવીંદભાઈ કુહાડાની પસદગી કરવામાં આવેલ હતી.તમામ નવનિયુક્ત હોદ્દેદારોને હારતોરા કરીને આવકારવામાં આવ્યા હતા.
વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનની બેઠકમાં હોદ્દેદારોની વરણી
