19 ફેબ્રુઆરીના રોજ નડિયાદ ખાતે સ્પર્ધા યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
દિવ્યાંગોમાં રહેલી પ્રતિભાને પીછાણીને તેને તાલીમ આપીને દિવ્યાંગ યોગ્ય દિશામાં આગળ વધે તે માટે યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા પંદર વર્ષથી દિવ્યાંગો માટે કામ કરી રહ્યું છે. ઉપરાંત આ સંસ્થા રાજકોટ અને મોરબી જિલ્લાના ખેલ મહાકુંભના સંયોજક અને પેરાલિમ્પિક્સ તરીકે સેવા આપે છે.જે અનુસંધાને રાજ્યકક્ષાની 44મી પેરાલિમ્પિક્સ સ્પર્ધામાં યુનિક વિકલાંગ ચેરીટબેલ ટ્રસ્ટના 5 દિવ્યાંગ બાળકો પસંદગી પામ્યા છે. 19 ફેબ્રુઆરીના રોજ નડિયાદ ખાતે યોજાનાર આ પેરાલિમ્પિકસમાં સોનલબેન વસોયા, ગોપાલભાઈ ઝાપડા, હેમાલી વ્યાસ, જયશ્રી બાલાસરા અને અમરદીપસિંહ ચુડાસમા પોતાની પ્રતિભા બતાવશે. પસંદગી પામેલાં સ્પર્ધકોને સંસ્થાના પ્રમુખ શૈલેષભાઈ પંડ્યાએ શુભેચ્છાઓ પાઠવી છે અને જીત માટેની આશા વ્યકત કરી છે.