-વીડિયો શેયર કરી મદદ કરવા ભારતીય સ્ટાર વેટલિફ્ટરની અપીલ
મણિપુરની સ્થિતિ દરરોજ ખરાબ થતી જઈ રહી છે. અનેક લોકો બેઘર થઈ ગયા છે તો અનેકના જીવ ગયા છે. મણિપુરથી આવનારા ખેલાડી સોશ્યલ મીડિયા દ્વારા ગૃહ રાજ્યમાં શાંતિ જાળવવાની અપીલ કરી રહ્યા છે. આ જ ક્રમમાં ભારતીય વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ પોતાના રાજ્યના લોકોની મદદ માટે ટવીટર પર એક વીડિયો શેયર કર્યા છે. વીડિયોમાં મીરાબાઈ ચાનુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પાસેથી મદદ માંગી છે.
- Advertisement -
મીરાબાઈએ વીડિયો શેયર કરીને કહ્યું કે મણિપુરમાં પાછલા ત્રણ મહિનાથી જે લડાઈ ચાલી રહી છે તે હજુ સુધી અટકી નથી. આ લડાઈને કારણે અનેક ખેલાડીઓ ટ્રેનિંગ કરી શકતા નથી.
જ્યારે વિદ્યાર્થીઓને ભણતરમાં અડચણ પડી રહી છે. અનેક લોકોના જીવ ગયા છે તો અનેક બેઘર થઈ ગયા છે. મણિપુરમાં મારું ઘર છે પરંતુ હું અત્યારે અમેરિકામાં છું જ્યાં આવનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સની તૈયારી કરી રહી છું.
વીડિયોમાં તેણે આગળ કહ્યું કે હું મણિપુરમાં ન હોવા છતાં વિચારી રહી છું કે આ લડાઈ ક્યારે પૂરી થશે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રીને અપીલ કરું છું કે ઝડપથી તેઓ લડાઈને પૂર્ણ કરાવે અને મણિપુરની પ્રજાને બચાવી પહેલાં જેવી શાંતિ લાવે…