નરેશ પટેલના વેવાઇ પ્રવીણભાઇ પટેલના બંગલામાં ચોરીના
ઇરાદે ઘૂસી શખ્સે સિક્યોરિટી ગાર્ડ વિષ્ણુ ઘુચરાને મોતને ઘાટ ઉતાર્યો
- Advertisement -
પોલીસે શંકાસ્પદ શખ્સની અટકાયત કરી
અન્ય નેપાળી શખ્સોની પૂછપરછ પણ હાથ ધરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના અમીન માર્ગ પર આવેલી વિદ્યાકુંજ સોસાયટીમાં રહેતા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલના વેવાઇ પ્રવીણભાઇ પટેલના બંગલામાં ચોરીના ઇરાદે ઘૂસી કેટલાક શખ્સોએ પ્રવીણભાઇ પટેલના માણસ વિષ્ણુભાઇ ઘુચરાની હત્યા નિપજાવતા ચકચાર મચી છે. જો કે, પોલીસે કેસરબહાદુરસિંહ નામના શખ્સની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. જ્યારે ક્રાઈમ બ્રાન્ચે અન્ય નેપાળી શખ્સોની પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે. જ્યારે બીજી બાજુ રાજકોટમાં ખુદ ગૃહ મંત્રી મુલાકાતે આવ્યા હોય ત્યારે શહેરમાં હત્યાના બનાવો બને તે શરમજનક બાબત કહી શકાય. શહેરના અમીનમાર્ગ પર આવેલી વિદ્યાકુંજ સોસાયટીમાં ઇશાવાસ્યમ નામનો બંગલો આવેલો છે.
- Advertisement -
આ બંગલો ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલના વેવાઇ પ્રવીણભાઈ પટેલનો છે. હાલ પ્રવીણભાઇ પટેલ વડોદરા રહે છે અને અહીંયા તેમના બંગલામાં વિષ્ણુ કુચરા નામનો શખ્સ રહે છે, જે બંગલાની દેખરેખ પણ કરે છે. છેલ્લા ચાર વર્ષથી વિષ્ણુભાઈ બંગલાની રખેવાળી કરતા હતા. રાતના 9 વાગ્યાની આસપાસ આવેલા અજાણ્યા શખ્સે ડિસમિસ વડે માથાના ભાગે અને ગળાથી નીચેના ભાગે ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. માલવિયાનગર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમના ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી હતી જેમાં સીસીટીવી ફૂટેજના આધારે કેસરબહાદુર સિંહ નામના શખ્સની અટકાયત કરી લેવાઈ છે.
કેસરબહાદુરસિંહ નામના શંકાસ્પદની અટકાય
પોલીસે બંગલાની આસપાસ તેમજ આસપાસની સોસાયટી અને વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. જેના આધારે કેસરબહાદુરસિંહ નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે. જે અગાઉ કોટેચા સ્થિત આવેલી ઓફીસમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. જેને એક મહિના ઓફીસમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. તેવું જાણવા મળ્યું છે.
ગૃહ મંત્રી સંઘવીએ સલામતીની ખાતરી આપ્યાના બીજા જ દિવસે હત્યા
ગઈકાલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પત્રકારોને સંબોધીને માહિતી આપી હતી કે, ગૃહ વિભાગ લોકોની સુરક્ષા માટે સજ્જ છે. શહેરવાસીઓને સલામતી આપવાની તેમણે ખાતરી આપી હતી. ગૃહમંત્રી રાજકોટમાં નાટક માણી રહ્યા હતા તે વખતે જ બંગલામાં ઘૂસી પ્રૌઢની ઘાતકી હત્યા કરવામાં આવી હતી