છત્તીસગઢના બીજાપુર અને દાંતેવાડાના સુરક્ષા દળોએ નક્સલીઓ પર મોટો હુમલો કર્યો હતો અને બે અલગ-અલગ કાર્યવાહીમાં 22 નક્સલીઓને ઠાર માર્યા હતા.
મળતી માહિતી મુજબ આજે ગુરુવારે છત્તીસગઢના બીજાપુર અને દાંતેવાડાના સુરક્ષા દળોએ નક્સલીઓ પર મોટો હુમલો કર્યો હતો. અને બે અલગ-અલગ કાર્યવાહીમાં 22 નક્સલીઓને ઠાર માર્યા હતા.આ ઓપરેશન દરમિયાન એક સૈનિક પણ શહીદ થયો હતો. સુરક્ષા દળોએ એન્કાઉન્ટર સ્થળ પરથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે.
- Advertisement -
22 નક્સલીઓ ઠાર મરાયા
આ અંગે વધુ માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે ગુરુવારે સવારે સુરક્ષા દળોની એક ટીમ બીજાપુર અને દાંતેવાડાની સરહદ પર આવેલા ગંગલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલ વિરોધી કાર્યવાહી પર નીકળી હતી. આ દરમિયાન સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ. ટીમે બે અલગ અલગ કાર્યવાહીમાં 22 નક્સલીઓને ઠાર માર્યા છે. સુરક્ષા દળોની ટીમે બીજાપુરમાં 18 અને કાંકેરમાં 4 નક્સલીઓને ઠાર માર્યા છે. જો કે આ એન્કાઉન્ટરમાં બીજાપુર ડીઆરજીનો એક સૈનિક શહીદ થયો છે. પણ આ સાથે સુરક્ષા દળોએ એન્કાઉન્ટર સ્થળ પરથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે.
સર્ચ ઓપરેશન ચાલુ
- Advertisement -
અધિકારીઓએ જણાવ્યું કે એન્કાઉન્ટર સ્થળ પરથી 18 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. ઉપરાંત ઘટનાસ્થળેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. જેને જપ્ત કરવામાં આવ્યો છે. વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
17 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ
અગાઉ એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ગયા અઠવાડિયે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 17 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. સમાચાર એજન્સી અનુસાર બીજાપુરના પોલીસ અધિક્ષક (એસપી) જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું હતું કે ‘આજે બીજાપુર જિલ્લામાં 17 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું. આત્મસમર્પણ કરનારા તમામ નક્સલીઓ પ્રતિબંધિત નક્સલી સંગઠનની ગંગાલુર એરિયા કમિટીમાં વિવિધ હોદ્દાઓ પર સક્રિય હતા.