શિક્ષણ સાથે સુરક્ષાની પહેલ અંતર્ગત
યુવાનોએ સાયબર ક્રાઇમ, ડ્રગ્સનાં દુષણથી દુર રહેવા અપીલ: 112 ઈમરજન્સી સેવા અંગે વિસ્તૃત માહિતી આપી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.20
વિધાર્થીઓમાં ટ્રાફીક નિયમો,સાયબર ક્રાઇમ,નશાબંધી,માર્ગ સુરક્ષા,મહિલા સુરક્ષા જેવા જાહેર હિતના મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવા તાલાલા શહેરની આલ્ફા વિધા સંકુલમાં પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે સુરક્ષા સેતુ રથ અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધો.8 થી 12 નાં અગણિત વિધાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં રથમાં ઓડિયો વિઝ્યુઅલ અને ડોક્યુમેન્ટરી દ્વારા વિધાર્થીઓમાં ટ્રાફિક નિયમોનું પાલન,સાયબર ક્રાઇમ,મહીલા સુરક્ષા,બાળકો તથા ઈમરજન્સી 112 નંબરની સેવા અને કાયદાકીય ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.ઉપસ્થિત અધિકારીઓએ કાયદો-વ્યવસ્થા પ્રત્યે જાગૃતતા તથા ગુનાખોરી પ્રત્યે સાવચેતી અને યુવાનોએ ડ્રગ્સ નાં દુષણ થી દુર રહેવા તથા સમાજનું સુરક્ષિત વાતાવરણ નિર્માણ કરવા અપીલ કરી હતી.વિધાર્થીઓએ કાયદા અંગે મુંઝવતા પ્રશ્ર્નો રજૂ કર્યા હતા જેના પોલીસ વિભાગના અધિકારીઓએ વિસ્તૃત વિગતો સાથે જવાબો આપ્યા હતા.પોલીસ વિભાગની શિક્ષણ સાથે સુરક્ષા ની પહેલને સ્કુલના ટ્રસ્ટીઓ તથા શિક્ષક મંડળે બિરદાવી હતી.



