ટ્રમ્પે ઘટનાને હળવાશથી લઈ કહ્યું – શું મારી રેલીથી વધુ મઝા બીજે કયાંય આવી શકે છે
પોલીસે શખ્સ પર ટેઝર (શોક આપતી ગન)થી વાર કરી ઝડપી લીધો
- Advertisement -
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો છે ત્યારે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની સુરક્ષામાં ફરી વખત ચુક બહાર આવી છે. ટ્રમ્પની રેલીમાં જબરજસ્તીથી એક શખ્સ મીડીયા એરિયામાં ઘૂસી આવ્યો હતો.આ શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, પેન્સિલવેનિયાનાં જોનટાઉનમાં રેલી દરમ્યાન ટ્રમ્પ કેટલાંક મીડીયા સમુહોને તેમની વિરૂધ્ધ પક્ષપાતી વલણને લઈને ખરી-ખોટી સંભળાવી રહ્યા હતા.
આ દરમ્યાન સાઈકલ રેકમાં સવાર થઈને મીડીયા એરિયામાં પહોંચી ગયો હતો અને મંચની સામેની જગ્યામાં ચડવાની કોશીશ કરતો હતો જયાં મીડીયાનાં કેમેરા અને ટીવી રિપોર્ટરો હોય છે શખ્સની આ હરકત જોઈ ત્યાં હાજર લોકોએ તેને નીચે ઘસડયો હતો. આ દરમ્યાન પોલીસ અધિકારીઓએ શખ્સને કાબુમાં કરવા ટેઝર (શોક આપતી બંદુક)થી વાર કર્યો હતો.
- Advertisement -
બાદમાં પોલીસે શખ્સને ઝડપીને શહેરની બહાર લઈ ગઈ હતી. રસપ્રદ બાબત એ છે કે આ ઘટનાને ટ્રમ્પે હળવાશથી લઈને વિનોદ કર્યો હતો. શું મારી રેલીથી બીજી મજા બીજે કયાંય આવી શકે છે. શખ્સને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે જોકે આ ઘટના બાદ ટ્રમ્પની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે.