પસંદગી પામેલા ઉમેદવારોને જાણ કરાઇ
યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ વર્ષે 85000 વિઝા જારી કરે છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાએ એચ-1બી વિઝા જારી કરવા માટે લોટરીનો બીજો તબક્કો પૂર્ણ કરી લીધો છે અને પસંદગી પામેલા ઉમેદવારોને જાણ કરી દેવામાં આવી છે તેમ ફેડરલ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે. એચ-1બી વિઝા એક નોન ઇમિગ્રેશન વિઝા છે. આ વિઝા અમેરિકન કંપનીઓને વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે. ભારત અને ચીનના આઇટી પ્રોફેશનલોમાં આ વિઝા ખૂબ જ લોકપ્રિય છે.
યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઇએસ)એ જણાવ્યું છે કે 1 ઓકર્ટોબરથી શરૂૂ થતાં નાણાકીય વર્ષ માટે પસંદગી પામેલા સફળ ઉમેદવારાને જાણ કરી દેવામાં આવી છે. યુએસસીઆઇએસ દર વર્ષે 85000 એચ1-બી વિઝા જારી કરે છે. લોટરીનો પ્રથમ તબક્કો માર્ચમાં આયોજિત કરવામાં આવ્યો હતો. યુએસસીઆઇએસએ વધુમાં જણાવ્યું છે કે એચ-1બી પ્રોગ્રામ દેશની ઇમિગ્રેશન સિસ્ટમનો અભિન્ન અંગ છે. યુએસસીઆઇએસ કાયદાના અમલ માટે અને યુએસ લેબર માર્કેટની બદલાતી જતી જરૂૂરિયાતોને મદદ કરવા માટે કટિબદ્ધ છે.