-પટણા બેઠક બાદની મહારાષ્ટ્ર ઘટનાના રાજકીય પડઘા પડશે
-એકતા માટે અમો ગંભીર છીએ: કોંગ્રેસનો સ્પષ્ટ સંદેશ
- Advertisement -
2024ની લોકસભા ચૂંટણી પુર્વે વિપક્ષોમાં ભંગાણના ભાજપના ઓપરેશન- ‘કમલમ’માં મહારાષ્ટ્રમાં એનસીપીમાં ઉભા ફાડીયા થયા અને હવે બિહારમાં પણ જનતાદળ (યુ) રાજદ વચ્ચે તનાવ વધી રહ્યો છે તે અમો તા.17-18ના રોજ બેંગ્લોરમાં વિપક્ષોની બેઠક મળનાર છે તેમાં વધુ આઠ વિપક્ષો પણ જોડાય તેવી ધારણા છે અને કુલ 24 પક્ષો એક થઈ શકે છે
તો કોંગ્રેસ તરફથી હવે પુર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી આ બેઠકમાં હાજરી આપી યુપીએને પુન:જીવિત કરવા પ્રયાસ કરી શકે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે હવે નાના પક્ષોને હવે બેંગ્લોર બેઠકમાં હાજરી આપવા આમંત્રણ આપવા લાગ્યા છે જેમાં ખાસ કરીને દક્ષિણમાં જયાં વિપક્ષો અને નાના પક્ષો મજબૂત છે ત્યાં વધુ જોર કેન્દ્રીત કરી ભાજપને જે બેઠકોની ખાધ ઉતર અને પશ્ર્ચિમમાં પડી શકે છે તે દક્ષિણમાં પુરી ન થઈ શકે તે જોવાનો વ્યુહ છે. જે નાના પક્ષોને આમંત્રણ અપાયા છે તેમાં તામિલનાડુના એનડીએમકે, કેડીએમકે, વીસીકે આ તમામ ડીએમકે કે અન્ના ડીએમકેમાંથી જુદા પડેલા છે અને તેઓ બે-બે લોકસભા બેઠકો પર પણ મહત્વના છે
તો રીવોલ્યુશનની સોશ્યાલીસ્ટ પાર્ટી, ઓલ ઈન્ડીયા ફોરવર્ડ બ્લોક, ઈન્ડીયન યુનિયન મુસ્લીમ લીગ કેમ્પ કોંગ્રેસ (જોસેફ ગ્રુપ) કેરળ કોંગ્રેસ (મણીગ્રુપ) સહિતના પક્ષો છે. સોનીયા ગાંધીની આ બેઠકમાં હાજરી હતી. વિપક્ષોમાં હવે કોંગ્રેસ પક્ષ વિપક્ષી એકતા માટે ગંભીર છે તે સંદેશ ગયો છે. અગાઉ બે વખત યુપીએનું નેતૃત્વ કરી 10 વર્ષ શાસન ચલાવ્યું હતું તો નાના પક્ષોને સાથે લઈને મતોનું વિભાજન અટકાવાનો પણ વ્યુહ છે. ખડગે આ બેઠક માટે વ્યુહાત્મક રીતે આગળ વધી રહ્યા છે તથા તેઓ પટણા બેઠકની યાદ અપાવી નિતિશકુમારને પણ મહત્વ આપી રહ્યા છે. ખડગેએ જયારે વિપક્ષોએ પત્ર લખ્યો
- Advertisement -
તો તેમાં તેઓએ 2024ને જ લક્ષ્યમાં રાખવા માટે સૌને યાદ અપાવ્યું હતું. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના ચુંટણી ગણીત નિષ્ણાંતોએ એક અભ્યાસ પેપર તૈયાર કરીને તેમાં દક્ષિણ-પશ્ર્ચીમ-ઉતર ભારતમાં કઈ રીતે પરીસ્થિતિ બદલી શકાય છે તેના પર આગળ વધવા માટે સૌને સંમત કરાવાશે. સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ હવે થોડી બેઠકોનું બલીદાન દેવા તૈયાર છે અને તેની સામે તેના ગઢ જેવા રાજયો વિપક્ષો પાસે વધુ બેઠકો માંગશે અને આ રીતે ભાજપને તેના 400+ બેઠકોના લક્ષ્યથી દૂર રાખીને પણ બાદમાં આ વર્ષના અંતે યોજાનારી ધારાસભા ચુંટણીના પરિણામો બાદ વધુ આગળ વધાશે.