રાજકોટ જિલ્લામાં વાજબી ભાવની દુકાનોમાંથી વિનામૂલ્યે રાશનનું વિતરણ શરૂ
રાજકોટ તા.૧૧, જૂન- રાજકોટ જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં અંશતઃ લોકડાઉન દરમિયાન બીપીએલ, NFSAના રાશનકાર્ડ ધારકોને PMGKAY (પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના) અન્વયે વિનામૂલ્યે રાશન આપવાનો નિર્ણય સરકારે તાજેતરમાં કર્યો હતો, જે અન્વયે રાજકોટ જિલ્લામાં આજ તા.૧૧ જૂનથી લાભાર્થી લોકોને વાજબી ભાવની દુકાનોમાંથી વિનામૂલ્યે રાશનના વિતરણનો શુભારંભ કરવામાં આવ્યો છે.
- Advertisement -
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે પાત્રતા ધરાવતા પરિવારોને ઘઉં અને ચોખા સહિતનું અનાજ સરકાર તરફથી તદ્દન નિઃશુલ્ક ધોરણે આપવામાં આવ્યુ હતું. જયારે બીપીએલ અને NFSA હેઠળ રાશન કાર્ડ ધારકોને નિયમિત રીતે ઘઉ, ચોખા, ખાંડ, મીઠુ, દાળ આપવામાં આવે છે.
રાજકોટના હનુમાન મઢી પાસેના પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારની વાજબી ભાવની દુકાનમાંથી રાશન મેળવનાર વર્ષના કાંતાબેન સોલંકી કહે છે કે મારા પતિનું બિમારી સબબ બે વર્ષ પહેલા અવસાન થઇ ગયુ હતું. મારા બે દીકરાઓ મજૂરી કામ કરે છે. હાલમાં કોરોનાની બીજી લહેરમાં દીકરાઓને મજૂરી કામ ઓછુ મળતુ હતું. આવા કપરા કાળમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તથા મુખ્યમંત્રીશ્રી વિજયમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અમને બીપીએલ કાર્ડ ધારકોને છેલ્લા બે મહીનાથી વાજબી ભાવનું અનાજ ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામુલ્યે અનાજ આપવાનું શરૂ કર્યુ છે. જે માટે અમે સરકારશ્રીના આભારી છીએ.
રાજકોટના બ્રહમ સમાજ પાસે રહેતા હરિશભાઇ ગોંડલિયા મજૂરી કામ કરીને ઘર ચલાવે છે. પરિવારમાં તેમના પાંચ સભ્યો છે, તેઓએ સસ્તા અનાજની દુકાનમાંથી રાશન મેળવ્યા બાદ જણાવ્યુ હતું કે, અમને બીપીએલ કાર્ડમાં તો દર મહિને વિનામૂલ્યે અનાજ મળતું જ હતું. પરંતુ છેલ્લા બે વખતથી PMGKAY (પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના) હેઠળ પણ નિઃશૂલ્ક ઘઉ અને ચોખા મળે છે. આમ જોઇએ તો સારી એવી માત્રામાં અનાજ મળી રહેવાથી ગરીબોના ઘરનું રસોડુ ચાલી શકે. આમ કોરોનાની બીજી લહેરમાં સરકારે જરૂરિયાતમંદ લોકોની ખેવના કરી તેની સંવેદનશીલતાના દર્શન કરાવ્યા છે.
- Advertisement -
રાજકોટના હનુમાન મઢી પાસેના પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારની વાજબી ભાવની દુકાનના સંચાલક દિનેશભાઇ જોષી કહે છે કે અમારી દુકાનમાં ૬૦૦ જેટલા ગ્રાહકો નોંધાયેલા છે. ગ્રાહકોને રાશન વિતરણ માટે અમને તંત્ર પાસેથી પૂરતા પ્રમાણમાં, સમયસર અને ગુણવત્તાયુકત અનાજ મળી રહે છે.