ગુગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટને એક જ દિવસમાં 100 અબજ ડોલરનું નુકસાન થયું છે. બુધવારે તેના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
ઈન્ટરનેટ સર્ચ ફર્મ ગુગલની પેરેન્ટ કંપની અલ્ફાબેટ ઈંક (Alfabeta Inc)ને મોટો ઝટકો લાગ્યો છે. કંપનીના શેરની માર્કેટ વેલ્યુ એક જ ઝટકામાં 100 અબજ ડોલર ઓછી થઈ ગઈ છે. બુધવારે ગુગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના શેર 8 ટકા એટલે કે 8.59 ડોલર પ્રતિ શેર ઘટીને 99.05 ડોલર પર પહોંચી ગઈ છે.
- Advertisement -
10 દિવસમાં માર્કેટ કેપ 100 અબજ ડોલર ઘટી
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આ પહેલા આ શેરમાં 8.9 ટકાનો ઘટાડો 26 ઓક્ટોબરે થયો હતો. આલ્ફાબેટ કંપનીના માર્કેટ કેપ એક દિવસમાં 100 અબજ ડોલર ઓછુ થઈ ચુક્યું છે અને હવે તે 1.278 ટ્રિલિયન ડોલર છે. હાલમાં જ ભારતના અરબપતિ ગૌતમ અદાણીના ગ્રુપ પર હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ 10 દિવસમાં માર્કેટ કેપ 100 અબજ ડોલર ઓછો થયો હતો.
ફક્ત એક ભૂલથી 100 અબજ ડોલરનું નુકસાન
થોડા સમય પહેલા માઈક્રોસોફ્ટના ChatGPT એક ચેટબોલ રજુ કર્યું હતું. આ સર્ચ એન્જિનની નવી ટેક્નીક માનવામાં આવે છે. એવામાં ગુગલની પેરેન્ટ કંપનીએ ChatGPTને જવાબમાં ચેટબોટ Bard રજૂ કર્યો છે. કંપનીએ તેના પ્રમોશન માટે ટ્વિટર પર એક શોર્ટ વીડિયો પોસ્ટ કર્યો જેમાં Bradએ એક ખોટી જાણકારી આપી છે.
Brad ચેટબોટે આપી ખોટી જાણકારી
ગુગલની આ નવી ટેક્નિક વિશે પુછવામાં આવ્યું તો જેમ્સ વેબ સ્પેસ ટેલીસ્કોપે કઈ વસ્તુઓની શોધ કરી હતી, જેમાં નવ વર્ષના બાળકને જણાવી શકાય. તેના પર બાર્ડે ઘણી જાણકારી શેર કરી. પરંતુ તેણે એક ખોટી જાણકારી પણ આપી. તેમણે કહ્યું કે તેણે પહેલી વખત પૃથ્વીના સોવર સિસ્ટમની બહાર કોઈ ગ્રહની તસવીર ક્લિક કરી હતી. જ્યારે નાસાની તરફથી જણાવવામાં આવ્યું કે તેની શોધ વેરી લાર્જ ટેલીસ્કોપથી કરવામાં આવી હતી.