– અમદાવાદ, ભાવનગર અને પાટણમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે
ગુજરાતમાં ગરમી કેર વર્તાવી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રીને વટાવી ગયું છે. આકાશમાંથી અગનજ્વાળાઓ વરસી રહી છે. લોકો કામ વિના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસાન જોવા મળી રહ્યા છે. લોકો ગરમીથી બચવા માટે પંખા અને એસીનો સહારો લઈ રહ્યા છે.
- Advertisement -
11 શહેરોનું તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયું
અમદાવાદ, પાટણ અને ભાવનગર રાજ્યના સૌથી ગરમ શહેર બન્યા છે. 11 શહેરનું તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયું છે. અમદાવાદ, ભાવનગર અને પાટણમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં 42.9 ડિગ્રી, હિંમતનગરમાં 42.2 ડિગ્રી, છોટાઉદેપુર અને ડીસામાં નોંધાયું 42 ડિગ્રી, વડોદરામાં 41.8 ડિગ્રી, રાજકોટમાં 41.3 ડિગ્રી, જૂનાગઢમાં 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
અમદાવાદમાં 2 દિવસ યલો એલર્ટની આગાહી
હવામાન વિભાગ દ્વારા જણાવવા આવી રહ્યું છે કે, આજથી ગરમીથી આંશિક રાહત મળશે. તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. જોકે, અમદાવાદવાસીઓને ગરમીથી હાલ કોઈ રાહત નહીં મળે. અમદાવાદમાં 2 દિવસ યલો એલર્ટની આગાહી છે. અમદાવાદમાં 41-42 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.
હિટવેવની આગાહી
હાલ ગુજરાતમાં સતત વધતી જતી ગરમી અને હીટવેવની આગાહીને લઈ આરોગ્ય વિભાગે આગમચેતી રૂપે જિલ્લાઓને પત્રો દ્વારા જાણ કરી છે. જેમાં ખાસ કરીને જિલ્લા કક્ષાએ આરોગ્ય અધિકારીઓને હીટવેવની તૈયારી કરવા સૂચના આપી છે. જે અંતર્ગત સફેદ અને સુતરાઉ કપડા પહેરવા, પાણી પીવા બાબતે સૂચના અપાઈ તો હેલ્થ એન્ડ વેલનેસ સેંટર, CHC-PHC પર માર્ગદર્શન અપાશે.
- Advertisement -