લક્ષ્મીવાડી મેઈન રોડ રાજકોટ ટ્રાફિક પોલીસની હદમાં નથી?
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરના લક્ષ્મીવાડી મેઈન રોડ પર સ્કૂટર-બાઈકના લે-વેંચ કરતા ધંધાર્થીઓ બેફામ બન્યા હોય તેમ રોડ પર મનફાવે તેમ સેક્ધડ હેન્ડ ટુ-વ્હીલર્સ પાર્કિંગ કરી અહીંથી પસાર થતાં વાહનચાલકો અને આસપાસના અન્ય વેપારીઓ માટે માથાના દુ:ખાવારૂપ થઈ ગયા છે. લક્ષ્મીવાડી મેઈન રોડ જાણે રાજકોટ ટ્રાફિક પોલીસની હદમાં ન આવતો હોય તેમ અહીં ક્યારેય વાહનો ટોઈંગ કરવામાં આવતા નથી. સ્કૂટર-બાઈક લે-વેંચ કરતા ધંધાર્થીઓ રોડ પર અડચણ થાય તે રીતે બેફામ વાહનો પાર્ક કરી રહ્યા છે જેના તસવીરી પુરાવા અહીં પ્રસ્તુત છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, રાજકોટ ટ્રાફિક શાખા આ અંગે યોગ્ય પગલાં લઈ આસપાસના વેપારીઓ અને વાહનચાલકોને આ અસહ્ય ત્રાસમાંથી મુક્તિ અપાવશે કે નહીં?