નવો જ્વાળામુખી 280 માઈલ પહોળો અને વિશ્વના સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટ (8,849 મીટર) કરતાં ઊંચો
વૈજ્ઞાનિકોએ મંગળ પર એક નવો જ્વાળામુખી શોધી કાઢ્યો છે. તેને નોક્ટિક જ્વાળામુખી નામ આપવામાં આવ્યું છે. તેઓ કહે છે કે નજીકમાં એક ગ્લેશિયર પણ છે. નવો જ્વાળામુખી 280 માઈલ પહોળો અને વિશ્વના સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટ (8,849 મીટર) કરતાં ઊંચો છે.
- Advertisement -
જ્વાળામુખી ગ્રહના વિષુવવૃત્તની નજીક, થારસીસ જ્વાળામુખી ક્ષેત્રના પૂર્વ ભાગમાં જોવા મળે છે. વૈજ્ઞાનિકોએ આ જ્વાળામુખીની નજીક ગ્લેશિયર બરફની સંભવિત શીટ પણ શોધી કાઢી છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે મંગળના આ ભાગમાં ઘણા ખનિજો છે.જેમાં પાણી પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
આનો અભ્યાસ કરી રહેલી ટીમના વડા ડો. પાસ્કલ લીએ કહ્યું, ’અમે આ વિસ્તારની ભૂસ્તરશાસ્ત્રની તપાસ કરી રહ્યા છીએ જ્યાં ગયા વર્ષે ગ્લેશિયરના અવશેષો મળ્યા હતા.’