ધાર્મિક સ્થાન બનાવવા પરિવારે ષડયંત્ર કરી પથ્થરનું તૂત ઉભું કર્યું, જાથાનો 1269મો સફળ પર્દાફાશ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ત્રંબોડા ગામમાં ત્રણ દિવસથી પથ્થર પડવાની ઘટનાએ અફવાનું કેન્દ્ર બનતા જાગતોએ ભારત જન વિજ્ઞાન જાથાનો સંપર્ક કરતાં રૂબરૂ મુલાકાત કરતા ગામના મોહન સામત ખેતરીયાના પ્રપંચ, નાટકનો ભાંડાફોડ કર્યો હતો. ધાર્મિક સ્થળ બનાવવા માટે બોગસ વાર્તા ઉભી કરતાં ચોટીલા પોલીસ સ્ટેશનની મદદથી પર્દાફાશ કરવામાં આવ્યો હતો. કબુલાતનામું, માફી માગતા પરિવારને નીચાજોણું થયું હતું. જાથાનો 1269મો સફળ પર્દાફાશ થયો હતો. બનાવની વિગત પ્રમાણે ચોટીલા પાસેના ત્રંબોડા ગામમાં દલિત વાસમાં રહેતા મોહન સામતભાઈ ખેતરીયાના ઘરમાં બે દિવસથી એકાએક આકાશમાંથી પથ્થર પડવાની ઘટનાએ ચર્ચાનું સ્થાન લીધું હતું. તેમનું પથ્થર નળીયા ઉપર પડવા છતાં કશું જ નુકશાન થતું ન હતું. આ ઘટનાથી લોકો અચંબિત થઈ ગયાં હતાં. આશરે સત્યાવીસ નાના-મોટા પથ્થરને એકઠા કરી માતાજીના મઢ પાસે રાખી લોકોમાં તરેહ તરેહની વાતો થવા લાગી હતી. આ પથ્થરનો મહિમા બતાવી ધાર્મિક સ્થળ બનાવવાના માટે વાત મુકી ફંડ-ફાળાના દિવસો નક્કી કરવા ભુવા મંડળીને બોલાવવામાં આવી હતી. તેમણે વિધિ કરતાં બે દિવસ પછી પથ્થર આપોઆપ પડવાનું બંધ થઈ ગયું હતું. મોઢા એટલી વાતો થવા લાગતા ચોટીલાના જાગત યુવાનોએ શંકા સાથે બનાવ ઉભો કર્યાનું લાગતા વિજ્ઞાન જાથાને માહિતી પહોંચાડવામાં આવી હતી.
જાથાના ચેરમેન જયંત પંડયાએ માહિતીના આધારે તુરંત ભાનુબેન ગોહિલ, અંકલેશ મનસુખભાઈ, ગુલાબસિંહને ગામમાં મોકલતા પથ્થર પડવાની ઘટના નર્યુ ભૂત છે. બાજુના કોઈપણ મકાનમાં અવાજ આવતો નથી. ઘરના જ સદસ્યોનું કાવત્રું છે. તેવી હકીકત આપી હતી. પુરાવા મળી જતા રાજકોટથી જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાના વડપણ હેઠળ અંકલેશ ગોહિલ, રોમિત રાજદવે, ગુલાબસિંહ ચૌહાણ, ભાનુબેન ગોહિલ, ચોટીલાના જાથાના સદસ્ય અજયભાઈ શાહ, સ્થાનિક શુભેચ્છકો વિનુભાઈ વાઘેલા, જીતેન્દ્રભાઈ વાઘેલા, ડાયાભાઈ ભાણાભાઈ, પ્રવીણભાઈ પરમાર, દિનેશભાઈ મારૂ, વિકાસભાઈ વાઘેલા, ભરતભાઈ પરમાર, વિપુલભાઈ પંચાલ, મહમદભાઈ મકવાણા, એમુ મકવાણા, અજયભાઈ સહિત કાર્યકરો ચોટીલા પોલિસ સ્ટેશને પહોંચી ગયા. ત્યાંથી પોલિસ જીપ્સી સાથે એ.એસ.આઈ. વિજયસિંહ ખુમાનસિંહ, હેડ કોન્સ્ટેબલ મેહુલભાઈ ગણપતભાઈ, પોલિસ કાફલો ત્રંબોડાના મોહનભાઈના ઘરે પહોંચી ગયો હતો.
ત્રંબોડાના મોહન ખેતરીયા હાજર ન હોવાથી બોલાવવામાં આવ્યાં, પરિવારજનો અંધશ્રધ્ધામાં ગળાડૂબ હતાં, દાદાનું સ્થાનક બનાવવું છે. આ ચમત્કારિક પથ્થરનો તેમાં ઉપયોગ કરવાનો છે. બાદ મોહનભાઈ આવી જતા પરિચય જાથાનો આપ્યો, પરિસ્થિતિ પામી ગયેલાએ તરત જ માફી માંગવાનું શરૂ કરી દીધું. વિજ્ઞાન જાથાએ ત્રંબોડામાં પથ્થરની ધતિંગલીલાનો 1269 મો સફળ પર્દાફાશ કર્યો. વધુમાં ધાર્મિક રીતે છેતરાયેલા લોકોએ મો. 98252 16689 સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.



