કલેક્ટર એસ.ડી. ધાનાણીએ શાળાઓની મુલાકાત
લઈને નાનાં વિદ્યાાર્થીઓને આપ્યો અભિનંદન
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ – 2025નો પ્રારંભ શુક્રવારે ઉત્સાહભેર થયો હતો. જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી. ધાનાણીએ દેગામ અને સીમાણી ગામની શાળાઓની મુલાકાત લીધી હતી, જ્યાં તેમને નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સ્નેહભેર સ્વાગત કરી તેમનો શૈક્ષણિક જીવનમાં પ્રવેશ
કરાવ્યો હતો.
દેગામ સીમશાળામાં બાલવાટિકા માટે 3 અને ધોરણ-1માં 9 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો, જયારે સીમાણી પ્રાથમિક શાળામાં 6 બાળકોને બાલવાટિકા અને 6 બાળકોને ધોરણ-1માં દાખલ કરવામાં આવ્યા હતા. સરકારી હાઈસ્કૂલમાં ધોરણ-9માં કુલ 27 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો.
આ પ્રસંગે કલેક્ટરે વાલીઓને સંબોધતાં જણાવ્યું હતું કે શિક્ષકોની સાથે વાલીઓ પણ બાળકોના ભવિષ્યના નિર્માણમાં સમાન ભાગીદાર હોવું જોઈએ. શાળાની નિયમિત મુલાકાત, શિક્ષકો સાથે સંવાદ અને અભ્યાસમાં સહયોગ એ બાળકોના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય છે. શાળા પ્રવેશોત્સવ અંતર્ગત જિલ્લાભરમાં બાલવાટિકામાં 3,992, ધોરણ-1માં 4,245, ધોરણ-9માં 3,485, ધોરણ-11માં 2,155 તથા સાંદિપની માટે ધોરણ-6માં 235 વિદ્યાાર્થીઓનું નોંધણી થવાનું છે. ત્રિ-દિવસીય અભિયાનમાં કુલ 14,112 વિદ્યાર્થીઓ નવા અભ્યાસ માટે શાળાઓમાં જોડાશે.