આજે સાંજે 7થી 8 કલાકે ગણપતિ બાપાના અથર્વશીર્ષના પાઠનું ભવ્ય આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ડો યાજ્ઞિક રોડ જાગનાથ પોલીસ ચોકી પાસે ભૂદેવ સેવા સમિતિ દ્વારા છેલ્લા 15 વર્ષથી જાજરમાન રાજકોટ કા મહારાજા સાર્વજનિક ગણેશ મહોત્સ્વનું આયોજન કરવામાં આવે છે. રાજકોટ કા મહારાજાના ત્રીજા દિવસે નાના બાળકો માટે વેશભૂષાનો કાર્યક્રમ સાંજે 7 વાગ્યે યોજાયેલ જેમાં રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાંથી બાળકો એ ભાગ લઈ સનાતન ધર્મની રક્ષા અને ક્રાંતિકારીઓની થીમ પર અલગ અલગ રીતના વેશભૂષા પહેરી સમાજને જાગૃતિ રૂપી બોધપાઠ આપેલ. જેમાં સૌથી નાની ઉમરની દીકરી એ મહારાણી લક્ષ્મીબાઈની આબેહૂબ પહેરવેશ ધારણ કરી હિન્દુ ધર્મ પર ખુબ જ સરસ વાત કરી પ્રથમ ઇનામ મેળવેલ અને ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા.
- Advertisement -
ભૂદેવ સેવા સમિતિ આયોજીત રાજકોટ કા મહારાજાના ત્રીજા દિવસની રાત્રે 8:00 કલાકની મહાઆરતીમાં શાસ્ત્રી વિજયભાઈ જોષી ગજાનન આશ્રમ માલસર, શાસ્ત્રી હિરેનભાઈ ત્રિવેદી વિદ્યા કલ્યાણ ધામ રતનપરના ઋષિકુમારો બહોળી સંખ્યામાં પધાર્યા હતા અને વિઘ્નહતીના વૈદિક મંત્રોચારની રમઝટ બોલાવી હતી. મહાઆરતીમાં બાપા સીતારામ ગ્રુપ જછઙ કેમ્પના પ્રદીપસિહ ઝાલા, દિલીપભાઈ પંડિત, પંકજભાઈ પડિત, હરદીપ સિંહ ઝાલા સહિતના હાજર રહ્યા હતા.
રાજકોટ કા મહારાજા સાર્વજનિક ધર્મ મહોત્સ્વને સફળ બનાવવા માટે ભૂદેવ સેવા સમિતિના સંસ્થાપક અને રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ભૂદેવ સેવા સમિતિ મહિલા ટિમ અને યુવા ટિમ જેહમત ઉઠાવી રહી છે આજે સાંજે રાજકોટ કા મહારાજા ખાતે સાંજે 7 થી 8 ગણેશ અથર્વશીર્ષના પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.