ગુજરાત રાજય સરકાર દ્વારા સંશોધનને વેગ આપવા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા SHODH (Scheme of Developing High Quality Research) શરુ કરવામાં આવેલ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલ 110 વિદ્યાર્થીઓ આ વર્ષે SHODH અંતર્ગત સ્કોલરશીપ માટે સીલેકશન. ગત વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલ 30 વિદ્યાર્થીઓને SHODH હેઠળ સ્કોલરશીપ માટે સીલેકશન થયેલ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી
કોમ્પ્યુટર સાયન્સ ભવનના પ્રોફેસર ડો. અતુલભાઈ ગોસાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના SHODHના કો-ઓર્ડીનેટર તરીકે કાર્યરત. રાષ્ટ્ર અને સમાજને ઉપયોગી સંશોધન કરવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અગ્રેસર બનશે.