– આરોપી રાજકોટ ગેંગરેપ કેસના પ્રજ્ઞેશ પટેલનો દીકરો તથ્ય પટેલ
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત જોવા એકઠા થયેલા લોકો પર પૂર ઝડપે આવેલી જગુઆર કાર ફરી વળતા કોન્સ્ટેબલ, હોમગાર્ડ જવાન સહિત 9ના મૃત્યુ, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત.
- Advertisement -
અમદાવાદમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. શહેરના ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. અકસ્માતમાં કોન્સ્ટેબલ, હોમગાર્ડ જવાન સહિત 9ના મૃત્યુ નિપજ્યાં છે. મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકો સામેલ છે. હાલ પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
અકસ્માત જોવા ઉભેલા ટોળા પર કાર ફરી વળી
પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી.
#UPDATE | 12 people were brought to the hospital out of which 9 were dead. The injured are being treated in the hospital: Kripa Patel, Medical Officer, Sola Civil Hospital https://t.co/gQI8uJFcjZ
- Advertisement -
— ANI (@ANI) July 20, 2023
9 લોકોના કરૂણ મૃત્યુ
આ ભયાનક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવિલ લઈ જવામાં આવ્યા છે. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 20, 2023
કેવી રીતે સર્જાયો અકસ્માત?
– સ્કોન બ્રિજ પર ડમ્પર અને થાર કાર વચ્ચે અકસ્માત થયો હતો.
– અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
– અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી.
– અકસ્માતના થોડા સમય બાદ લક્ઝ્યુરિયસ કાર પૂર ઝડપી નીકળી.
– લક્ઝ્યુરિયસ કાર ચાલકે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા.
– 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચલાવી હતી.
– લક્ઝ્યુરિયસ કાર ચાલક અડફેટે લેતા પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ થયા.
– તથ્ય પટેલ નામના શખ્સે અકસ્માત સર્જ્યો હોવાની માહિતી મળી.