ધાર્મિક જગ્યા સાથે જોડાયેલા આગેવાને પ્રતિ પ્લોટ દીઠ ચારથી પાંચ લાખમાં વેચાણ કર્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
- Advertisement -
રાજ્યમાં અનેક ગૌચર અને સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો હોવાનું સરકારી તંત્ર પણ કબૂલે છે રાતું આ સરકારી અથવા ગૌચર જમીન પર હાઇકોર્ટના આદેશ બાદ પણ હજુ સુધી ગેરકાયદેસર દબાણ હટાવાયું નથી. ત્યારે કેટલાક કિસ્સામાં તો સરકારી જમીનોને ખાતે કરી વેચાણ કરવાનું પણ કૌભાંડ સામે આવે છે આ પ્રકારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે પણ કૌભાંડ સામે આવ્યું છે જેમાં થાનગઢના તરણેતર રોડ પર આવેલા સરકારી જમીન પર પ્લોટિંગ પાડી બાદમાં આ આશરે ચારથી પાંચ લાખ રૂપિયાના પ્રતિ પ્લોટ વેચાણ કરી દેવાય છે. મોટાભાગે થાનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા રહીશોએ આ પ્લોટ ખરીદી કર્યા છે પરંતુ સરકારી જમીન હોવાના લીધે કોઈ પાસે દસ્તાવેજી પુરાવા નથી.
આ પ્લોટિંગમાં 200 વારના પ્લોટ ખરીદનાર અને આ આખાય કૌભાંડમાં ભોગ બનનાર દ્વારા “ખાસ – ખબર” પોતાના નામ નહીં દેવાની શરતે જણાવાયું હતું કે ” તરણેતર રોડ પર આવેલી ધાર્મિક જગ્યાના સંચાલક દ્વારા સરકારી જમીનને ધ્રમિક જગ્યાની જમીન ગણાવી તેમાં પ્લોટિંગ કરી જુદા જુદા લોકોને વેચાણ કરી દેવાય છે. અને તે સમયે આ ધાર્મિક જગ્યાના સંચાલક દ્વારા જણાવાયું હતું કે પ્લોટ વેચાણ અર્થેના જેટલા પણ રૂપિયા આવે તે તમામ ધાર્મિક જગ્યામાં આપવાના છે અને હાલમાં પ્લોટ ખરીદનાર પાસેથી ટોકન પેટે ચારથી પાંચ લાખ રૂપિયા લઈ બાદમાં જ્યારે કાગળોનું કામ પૂર્ણ થઈ જશે ત્યારે તમામ ખરીદનારને દસ્તાવેજ કરી આપી બાકીના રૂપિયા લેવામાં આવશે” તેમ જણાવ્યું હતું જોકે ધાર્મિક જગ્યાના સંચાલક અને પ્લોટ ખરીદીના રૂપિયા ધાર્મિક જગ્યાના ગૌશાળા માટે વપરાશ થતા હોવાથી પ્લોટ ખરીદનારાઓએ પણ આંધળો વિશ્વાસ કરી પ્લોટ ખરીદી લીધા હતા પરંતુ હવે તરફ પ્રાંત અધિકારી સરકારી જમીનો ખુલ્લી કરાવી રહ્યા છે ત્યારે આ પ્લોટ ખરીદારો કૌભાંડ આચરનાર ધાર્મિક જગ્યાના સંચાલક પાસે જઈ પ્લોટ અંગેના પુરાવા માંગતા ટૂંક સમયમાં દસ્તાવેજ કરી આપવાની ડંફાસો મારી છે. ત્યારે સરકારી જમીન પર પ્લોટિંગ પડીને લોકોને આ પ્લોટ વેચી મારવાનું કૌભાંડ હવે આગામી સમયમાં બહાર આવે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.



