લાલપરના કારખાનામાંથી 15.18 લાખનો મુદામાલ જપ્ત: ટ્રેડ માર્કનો દુરુપયોગ કરી સસ્તા ભાવે નકલી રો મટીરીયલ વેંચવાના આરોપસર 3 વિરુદ્ધ ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.25
મોરબીના લાલપર ગામ નજીક આવેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ 5 માં એક કારખાનામાંથી ડુપ્લીકેટ માર્કાવાળી બેગમાં કંપનીના ટ્રેડ માર્કનો ઉપયોગ કરી નકલી ટાઇલ્સ એડેસિવ (ઝશહયત અમવયતશદય) બનાવવાનું અને બજારમાં સસ્તા ભાવે વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના ટ્રેડ માર્કનો ગેરકાયદે ઉપયોગ કરીને ડુપ્લીકેટ રો મટીરીયલ્સ ભરીને કંપનીને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવતું હતું. આ મામલે અમદાવાદના મલયભાઈ યોગેશભાઈ શાહે શિરીષભાઈ અમરશીભાઈ ચારોલા, અનિલભાઈ હરિભાઈ બાવરવા અને મયુરભાઈ જયસુખભાઈ સાંગાણી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
- Advertisement -
પોલીસે આરોપી શિરીષભાઈ અને અનિલભાઈના સેડમાંથી ભરેલી અને ખાલી ડુપ્લીકેટ બેગ્સ, પ્રિન્ટિંગ મશીન અને સિલાઈ મશીન સહિત કુલ ₹15,18,485 ની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો છે.
આરોપી મયુરભાઈ બેગ તૈયાર કરાવી આપતા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને શિરીષ અને અનિલ એમ બે આરોપીઓને ઝડપી લીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે.



