ક્રાઇમ બ્રાંચે 2.88 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ એલસીબી પીઆઇ એસ.એમ.ઇશરારણીના માર્ગદર્શન હેઠળ ઉનાના પંચવટી સોસાયટી, રફાળેશ્ર્વર મંદિર પાસે શ્યામ ભુવન નામના મકાનમાં રહેતો ભાવેશ ઉર્ફે મધો ટીલવાણી નામનો ઇસમ પોતાના મકાનની આગળના ભાગે ગોડાઉન બનાવી ગેકાયદેસર રીતે ગેસના બાટલાનો જથ્થો રાખી ગેસ રીફીલીંગની પ્રવૃતિ કરે છે જેથી બનાવ વાળી જગ્યાએ રેઇડ કરી ખાલી ગેસ સીલીન્ડરો નં.104, રાંધણગેસ રીફીલીંગ (ટ્રાન્સફર) કરવાના લોખંડના પાઇન નં.37: સોનાટા કંપનીનો વજન કાંટો નં.0, ગેસ કંપનીના પ્લાસ્ટકીના ગેસના બાટલાના સીલ નં.52, મળી કુલ મુદ્દામાલ 2,88,850નો જપ્ત કરવામાં આવેલ છે.