માફી અસ્વીકાર, મગરના આંસુ નહીં ચાલે: સુપ્રીમ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ભારતીય સેના અધિકારી કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપનાર મધ્યપ્રદેશના મંત્રી કુંવર વિજય શાહની માફી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે, જોકે તેની ધરપકડ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે આ મામલાની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. એમાં ત્રણ ઈંઙજ અધિકારી હશે અને બધા મધ્યપ્રદેશ કેડરની બહારના હશે. આ અધિકારીઓમાંથી એક મહિલા હશે. SIT 28 મે સુધીમાં સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરશે.
સુનાવણી દરમિયાન, શાહના વકીલે કહ્યું હતું કે તેમના અસીલે માફી માગી છે. આના પર કોર્ટે કહ્યું હતું કે ક્યારેક પોતાને બચાવવા માટે માફી માગવામાં આવે છે અને ક્યારેક એ મગરનાં આંસુ જેવી હોય છે. તમારો મતલબ શું છે? તેણે જે પ્રકારની બીભત્સ ટિપ્પણીઓ કરી એ પણ વિચાર્યા વગર… હવે તમે તેના માટે માફી માગી રહ્યા છો. હકીકતમાં 14 મેના રોજ મધ્યપ્રદેશ હાઇકોર્ટે પોતે જ નોંધ લીધી અને શાહ સામે FIR નોંધવાનો આદેશ આપ્યો. તેના વિરુદ્ધ ઇન્દોરના મહુ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. શાહે આની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
મંત્રી વિજય શાહે 11 મેના રોજ ઇન્દોરના મહુના રાયકુંડા ગામમાં આયોજિત હલમા કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂર વિશે કહ્યું હતું કે ‘તેમણે આપણા હિન્દુઓનાં કપડાં ઉતારીને તેમની હત્યા કરી અને મોદીજીએ તેમની બહેનને તેમની ઐસી કી તૈસી કરવા તેમના ઘરે મોકલી.’ શાહે આગળ કહ્યું, ‘હવે મોદીજી કપડાં તો ઉતારી ન શકે. એટલા માટે તેમના સમુદાયની બહેનને એમ કહીને મોકલી કે તમે અમારી બહેનોને વિધવા બનાવી, તો તમારા સમુદાયની બહેન આવીને તમને નગ્ન કરીને છોડશે. જાતિ-સમુદાયની બહેનોને પાકિસ્તાન મોકલીને દેશના સન્માન અને આપણી બહેનોના સુહાગનો બદલો લઈ શકીએ છીએ.’
- Advertisement -
તમને જણાવી દઈએ કે ઓપરેશન સિંદૂર પછી કર્નલ સોફિયા કુરેશી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને વિદેશ વિભાગના સચિવ વિક્રમ મિસરી એક પ્રેસ-કોન્ફરન્સ દ્વારા ઓપરેશન અને અન્ય માહિતી આપી રહ્યાં હતાં. મંત્રી વિજય શાહે માંગી માંગી હોવાની વાત પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું છે, કે ‘અમે તમારો વીડિયો મંગાવ્યો છે અને અમે જોવા માંગીએ છીએ કે તમે કઈ રીતની માફી માંગી છે. અમુક વખત કાર્યવાહીથી બચવા માટે લોકો મગરના આંસુ પણ વહાવતા હોય છે. તમે સમજ્યા વિચાર્યા વિના નિવેદન આપ્યું અને હવે માફી માંગી રહ્યા છો. અમને તમારી માફી નથી જોઈતી. તમે રાજનેતાઓ છો, તમારે સંવેદનશીલ હોવું જોઈએ અને પોતાની જવાબદારી સમજવી જોઈએ. તમે લોકોને દુ:ખ પહોંચાડ્યું છે.
વિજય શાહની ધરપકડ પર રોક, આગામી સુનાવણી 28 મેના રોજ થશે
કોર્ટે પોતાના આદેશમાં રાજ્યના ડીજીપીને 20 મેના રોજ રાત્રે 10 વાગ્યા પહેલા એસઆઈટી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી એસઆઈટી તપાસ ચાલુ રહે ત્યાં સુધી. અરજદાર (શાહ)ને તપાસમાં જોડાવા અને સંપૂર્ણ સહયોગ આપવાનો નિર્દેશ આપવામાં આવે છે. ઉપરાંત, તેની ધરપકડ પર પ્રતિબંધ રહેશે. આગામી સુનાવણી 28 મેના રોજ થશે.