- સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ યોજના એમ કહેતા રદ્દ કર્યા હતા કે બંધારણ અંતર્ગત સૂચનાના અધિકાર, ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય સ્ટેટ બેંકે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ અંગેની જાણકારી આપવા માટે 30 જૂન, 2024 સુધી સમય વધારી આપવાની માગ કરી છે. પોતાની અરજીમાં SBI એ કહ્યું કે- કોર્ટે પોતાના અંતરિમ આદેશની તારીખ 12 એપ્રિલ, 2019થી ચુકાદાની તારીખ 15-02-2024 સુધી દાતાની જાણકારી સાર્વજનિક કરવાના નિર્દેશ આપ્યા છે. આ સમય સીમામાં 22 હજાર 217 ચૂંટણી બોન્ડનો ઉપયોગ વિભિન્ન રાજકીય પક્ષોને દાન આપવા માટે કરાયો હતો.
SBIએ વધુમાં કહ્યું કે- ઈશ્ર્યૂ કરાયેલા બોન્ડ પ્રત્યેક ચરણના અંતમાં અધિકૃત બેંક દ્વારા સીલબંધ કવરમાં મુંબઈ મુખ્ય બ્રાંચમાં જમા કરાયા હતા. આ તથ્યની સાથે બે અલગ અલગ સૂચના સાઈલો રહેલી છે, જેનો અર્થ એ છે કે કુલ 44,434 સૂચના સેન્ટોના ડિકોડ સંકલિત અને તુલના કરવાની રહેશે. તેથી આ સન્માનપૂર્વ પ્રસ્તુત કરવામાં આવે છે કે કોર્ટ દ્વારા પોતાની તારીખ 15-02-2024ના ચુકાદામાં નિશ્ર્ચિત કરાયેલા ત્રણ સપ્તાહની સમય મર્યાદમાં પ્રક્રિયાને પૂરી કરવા માટેનો પર્યાપ્ત સમય નથી. તેથી SBI ને આદેશનું અનુપાલન કરવામાં સક્ષમ બનાવવા માટે આ માનનીય અદાલત દ્વારા સમય વધારવામાં આવી શકે છે.
- Advertisement -
સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ યોજના એમ કહેતા રદ કર્યા હતા કે બંધારણ અંતર્ગત સૂચનાના અધિકાર, ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની બેંચે ચૂંટણી બોન્ડ યોજનાની કાયદેસરની વૈધતાને પડકારતી અરજીઓ પર સર્વસહમતિથી ચુકાદો આપ્યો હતો.કોર્ટે પોતાના ચુકાદામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને નિર્દેશ આપ્યા હતા કે તેઓ ખરીદાયેલા તમામ ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા ચૂંટણી પંચ સાથે શેર કરે.
સાથે જ બોન્ડ ખરીદવાની તારીખ, બોન્ડ ખરીદનારનું નામ અને તેની વેલ્યૂ. આ ઉપરાંત કયા રાજકીય પક્ષેને તે બોન્ડને વટાવ્યો છે. આ તમામ ડેટા બેંકે ચૂંટણી પંચને 12 એપ્રિલ 2019થી સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં ઈલેક્ટોરલ બોન્ડ રદ ન કર્યા ત્યાં સુધીનો ડેટ શેર કરવાનું કહ્યું છે.