એસ.બી.આઈ. લેડિસ ક્લબ તરફથી સંસ્થાને સરસ મજાની 100 ખુરશીની ભેટ આપવામાં આવી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની એસ.બી.આઈ. લેડીઝ શાખાના ચેરમેન શ્રીમતી એકતાબેન કરોળિયા અને દસ બહેનો તાજેતરમાં ઢોલરા ગામમાં કાર્યરત દેશ-વિદેશમાં જાણીતા ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમની મુલાકાતે પધારેલા. સંસ્થા દ્વારા એકતાબેન સહિતના બહેનોનું કુમકુમ તિલક કરી, ખેસ પહેરાવી, પુસ્તક આપી તેમજ શાલ ઓઢાડીને સંસ્થાના વડીલોના હસ્તે સન્માન કરવામાં આવેલ.
- Advertisement -
એસ.બી.આઈ. લેડીઝ ક્લબના બહેનોએ સંસ્થાના પરિસરમાં આવેલ ફોટો ગેલેરી, આઈસીયુ યુનિટ, મંગલેશ્ર્વર મહાદેવ મંદિર, વડીલોના રૂમો, ડાઈનીંગ હોલ, ઓડિટોરિયમ, ધ્યાન કુટીર, ગાર્ડન, ભારત માતા મંદિર, રીક્રીએશન રૂમની મુલાકાત લઈને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરેલ, તેમજ દરેક વડીલોને રૂબરૂ મળી તમામ વડીલોનું શાલ ઓઢાડી ચરણસ્પર્શ કરી આશીર્વાદ મેળવેલ. આ પ્રસંગે બેંકના સ્થાનિક અધિકારીઓ પવનભાઈ શર્મા, મુકુંદભાઈ કોટીચા, રીમાબેન, અંકિતાબા ચુડાસમા તેમજ સંસ્થાના અનુપમ દોશી, નલીન તન્ના, ફાલ્ગુનીબેન કલ્યાણી, પંકજ રૂપારેલીયા, શરદ દવે, કે. સી. પંડ્યા ઉપસ્થિત રહેલ.