ગુલઝાર સાહેબની તોફાની, શરારતી કૃતિની સફર
શાહનામા
– નરેશ શાહ
પરિચય ફિલ્મ યાદ છે ? તેનું ગીત યાદગાર ગીત બીતી ના બીતાએ રૈના આજે પણ સાંભળનારને એક જુદા જ માહૌલમાં ઢસડી જાય તેવું બળકટ છે પણ ફિલ્મના હિરો અને નિર્માતા જીતેન્ને એ ગીત જરાય ગમ્યું નહોતું. તેમણે ગુલઝારના આસીસ્ટન્ટને પૂછયું કે, હું આ ગીત રદ કરું તો ગુલઝારસાહેબની પ્રતિક્રિયા કેવી હશે ?
- Advertisement -
તેઓ ફિલ્મ છોડી દેશે આસીસ્ટન્ટે જવાબ આપ્યો એટલે જીતેન્ મન મારીને ચૂપ થઈ ગયા. આમપણ, જીતેન્ને એકટર કહી શકાય તેવા કિરદાર અને ફિલ્મો માત્ર ગુલઝારસાહેબે જ આપી છે એટલે તેમને નારાજ કરવાનું તો નિર્માતા જીતેન્નું પણ ગજું નહોતું છતાં આ ગીતનો ખોટકો તો કમને પણ હતો. એ જ ગાળામાં પત્નિ જયા બચ્ચનને સેટ પર ડ્રોપ કરવા આવેલાં અમિતાભ બચ્ચનને તેમણે કારમાં આ ગીત સંભળાવ્યું. અમિતાભની આંખો ભીની થઈ ગઈ ગીત સાંભળીને… એ પછી જીતેન્ને લાગ્યું કે ભલે રહ્યું આ ગીત, તેમાં કંઈક દમ તો છે જ.
આ કિસ્સો નસરીન મુન્ની કબીરના પુસ્તક ઈન ધ કંપની ઓફ પોએટ, ગુલઝારમાં ટાંકેલો છે. પચાસથી વધુ ફિલ્મો અને એટલાં જ પુસ્તકો આપનારાં ગુલઝારસાબ બંગાળી સાહિત્યને પણ હિન્દીમાં લાવ્યા છે તો હિન્દી બાળસાહિત્યમાં પણ તેમનું(બોસ્કી પંચતંત્ર) યાદગાર યોગદાન છે. પાકિસ્તાની ફિલ્મમેકર અયુબ ખવાર તો પાકિસ્તાનના જીઓ ટીવી માટે ગુલઝારસાબની શોર્ટ સ્ટોરીઝ પરથી ગુલઝાર કલાસિક નામની શ્રેણી બનાવી ચૂક્યા છે તો ડૉ. ઝફર હસને ગુલઝારસાબ પર લખેલી બાયોગ્રાફી પણ લાહોરમાં પબ્લિશ થઈ ચૂકી છે. મહેંદી હસન જન્નતનશીન થયા ત્યારે પાકિસ્તાની ટીવી પર ગુલઝારસાબે લાઈવ પ્રસારણમાં કહેલી આ પંક્તિ વાંચો : આંખો કો વિઝા નહીં લગતા, સપનોં કી સરહદ નહીં હોતી, બંધ આંખો સે રોઝ ચલા જાતા હું સરહદ પાર મૈં, મીલને મહેંદી હસન સે. 1934માં જન્મેલાં ગુલઝાર અત્યારે 87 વર્ષની ઉંમરે પણ ટેનિસ રમવાનું ચૂક્તાં નથી. તેમની અભિવ્યક્તિ હંમેશ લાજવાબ રહી છે.
પોતાના કાવ્યસંગ્રહ પુખરાજમાં તેઓ લખે છે, અનુભૂતિ, આવેશ અને લાગણીઓને સમયબદ્ઘ રીતે ગોઠવવા, એ દેડકાંઓ પાસે ક્વાયત કરાવવા જેવું છે … પણ અ)પણે એક અલગ મિજાજના ગુલઝારસાહેબને વ્યક્ત કરતાં પુસ્તક પાજી નઝમેં ની વાત કરવાના છીએ. અત્યંત ધીરગંભીર, વિચારશીલ અને સંવેદનશીલ ગુલઝારસાબના ગીત અને કવિતા (કે વાર્તાઓ કે ફિલ્મો)માં એક ઠહરાવ કાયમ અનુભવાય પણ તેમના પાજી નઝમેં પુસ્તકમાં ચિટીંયો ખણે એવી રચનાઓ છે. પાજી એટલે તોફાની, શરારતી. પુસ્તકના આરંભમાં જ તેઓ કંઈક આ રીતે પાજી નઝમેં ની કેફિયત આપે છે : કહતે હૈ, કીચડ મેં પત્થર મારો તો અપને હી મુંહ પર આતા હૈ, મૈંને તો સોચ કર મારા થા, મગર કુછ છીટેં દૂસરો કે મુંહ પર ભી જા પડે કાન પકડ કે માફી માંગ લી… યે સબ કહો ઔર કાન પકડ લો વાલી નઝમે હૈ…
- Advertisement -
અર્થ એવો થયો કે લગભગ નઝમ ક્યાંક, કોઈને છરકો કરી જાય એવી વેધક અને સાચુકલી છે. અહીં માત્ર સંવેદના નથી પણ ધાર કાઢેલી તાર્કિક સચ્ચાઈ અને વ્યંગ પણ છે. વાંચીને ખાત્રી કરો : મૈં જીતની બી જબાનેં બોલ સક્તા હૂં, વો સારી આજમાઈ હૈ…. ખુદાને એક ભી નહીં સમજી અબ તક, ન વો ગર્દન હિલાતા હૈ, ન વો હંકારા હી દેતા હૈ
એ જ નઝમના અંતમાં આખરે તેઓ તારણ પર પહોંચે છે કે, પઢા-લીખા અગર હોતા ખુદા અપના… ન હોતી ગુફતગુ, તો કમ સે કમ, ચિઠ્ઠી કા આના જાના તો રહેતા પાજી નઝમેં માં ઊઘડતાં ગુલઝાર આપણી સામાન્ય ધારણા કરતાં અલગ છેં.
જિંદગી પાસે ઘૂંટણ ન ટેકવ્યાં હોય એવા સર્જક આ નઝમોમાં બયાન થાય છે. જવાબ જ સવાલ બની જાય એવી ગુલઝારસાબની કૃતિઓનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં મોબાઈલ (ઈક કાન પે દફતર પહના હૈ) છે તો પ્રોગ્રામ્ડ દિલ (ચોટ લગતી હૈ તો કુલ ચાર મિનિટ રોતા હૈ) પણ છે અને રેઝિગ્નેશન (રાજીનામું) પણ છે : વો ઈસ્તીફા દેકર આયા થા, મેજ પે જોર સે હાથ માર કે બોલા, જૈસે ઈક્કા ફેંકા હો : ઔર નહીં ઈન્સાન કી નોકરી હોતી મુઝ સે, સબ કે સબ એક્સપ્લોઈટ કરતે હૈ
પુરોહિત હૈ અબ વો… ભગવાન એક્સપ્લોઈટ કરતા હૈ
અલગ મિજાજના ગુલઝારસાબને મળવું હોય તો તે માટે પાજી નઝમેં બેસ્ટ ડેસ્ટીનેશન છે. અહીં વ્યંગ પણ છે અને આમ આદમીની વ્યથા પણ છે. વાંચો :
બહુત સે મસલે લેકર ગયા થા મૈં બડે નેતા કી મીટિંગ મેં, વહી સબ હલ કરેંગે
હમારી ચાલમેં પાની કા પ્રોબ્લેમ હૈ / મેરે બચ્ચે કી ફીસ ઔર દાખલે કા એક મસલા હૈ / ઉસે દાખિલ કરાને કે લિએ ફંડ દેના પડતા હૈ / હમારી ઔરતેં ડબ્બે ઉઠાએ, હાઈવે કે પાર જાકર બેઠતી હૈ, હમે તો શર્મ આતી હૈ
બડે નેતાને સમજાયા, કરપ્શન ઔર ભ્રષ્ટાચાર સે હમ કો યે સિસ્ટમ સાફ કરના હૈ / ડેમોક્રેસી હમારી પ્લાસ્ટિક હૈ / આર્ટિકલ નંબર ફલાના ચેન્જ કરના હૈ / હમેં જબ તક હમારે હક નહીં મિલતે, લડાઈ લડતે રહેના હૈ… હમારે સાથ રહેના તુમ મૈં લોટ આયા…. સમઝ આયા નહીં કી કૌન ક્સિે કે મસલોં કો હલ કરેગા.