સામાજિક કાર્યકરો ભૂખ હડતાળ પર બેઠા પણ ખનિજ ચોરી ન અટકી
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનનને તંત્ર અને રાજકારણના પ્રોત્સાહન સિવાય એક મિનિટ પણ ધંધો ચાલે તેમ નથી જેથી સ્પષ્ટ પને તંત્રની સાથે રાજકીય નેતાઓ પણ કોઈને કોઈ રીતે આ ધંધો ચાલે તેમાં જ રજી છે. ત્યારે આ ખનન ને અટકાવવા કેટલાક એવા પણ જાગૃત નાગરિકો છે જેઓ ખનિજ ચોરીના લીધે સુરેન્દ્રનગર જિલ્લાનું આવનારું ભવિષ્ય અંધકારમય જોઈ રહ્યા છે જેથી તંત્રને અનેક રજૂઆતો કરવા છતાંય કોલસાની ખનિજ ચોરી નહિ અટકતા અંતે આંદોલનનો રસ્તો અપનાવ્યો હતો. આ ગેરકાયદેસર કોલસાના ખનન સામે ત્રણ દિવસીય ભૂખ હડતાળ કરી આંદોલન કરનાર સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત આગેવાન અને સામાજિક કાર્યકર રામકુભાઈ કરપડા, વરિષ્ઠ પત્રકાર રાજુદાનભાઈ ગઢવી અને આમ આદમી પાર્ટીના નેતા અમૃતભાઈ મકવાણા હતા. ત્રણેય આંદોલનકારીઓ ગત જાન્યુઆરી 2024માં ત્રણ દિવસ સુધી જિલ્લા કલેકટર કચેરી સામે ભૂખ હડતાળ કરી “ધરતી બચાઓ” અભિયાન છેડ્યું હતું જેમાં તેઓની મુખ્ય માંગ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મૂળી અને સાયલા ખાતે ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનનને અટકાવવાની હતી. સતત ત્રણ દિવસ સુધી ધરતી બચાઓ અભિયાન થકી આંદોલન પર બેઠેલા ત્રણેય આંદોલનકારીઓ સાથે અંતે જિલ્લા કલેકટર દ્વારા બેઠક કરી હતી અને જે ગામમાં ખનિજ ચોરી ચાલતી હોય તે ગામના સરપંચ અને તલાટીને જવાબદાર ઠેરવી કાર્યવાહી કરવાનો નિર્ણય આપ્યો હતો. આ નિર્ણયને લઈને અંતે ધરતી બચાઓ આંદોલન થકી બેઠેલા ત્રણેય વીર દ્વારા આંદોલન સમેટી લીધું હતું.
- Advertisement -
ધરતી બચાઓ આંદોલનમાં સામાજિક કાર્યકરો, વિપક્ષ અને પર્યાવરણ પ્રેમીઓનો ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો
ધરતી બચાઓ આંદોલન શરૂ થયું કે તરત જ જિલ્લાભરમાંથી સામાજિક કાર્યકરો, વિપક્ષ અને પર્યાવરણ પ્રેમીઓનો ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં પૂર્વ ધારાસભ્યો પણ આંદોલનના તરફેણમાં આવ્યા હતા. જેને લઇ અંતે તંત્રને ન છૂટકે આંદોલન પૂર્ણ કરાવવા માટે જિલ્લા કલેકટરે નિદાનમાં ઉતરી આંદોલનકારીઓ સાથે બેઠક યોજી નિર્ણય લેવો પડ્યો હતો.