ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ જેમાં વિભાગ – 2 માં સ્માર્ટ ટ્રાંસ્પોર્ટશનમાં જિલ્લા કક્ષાએ શ્રી ડેડકડી પ્રા. શાળા પ્રથમ આવેલ અને હવે શાળા ઝોન કક્ષાએ ભાગ લેવા જશે.જેમાં બાળ વૈજ્ઞાનિકોને માર્ગદર્શન વિજ્ઞાન શિક્ષકશ્રી બ્લોચ સમાબેન દ્વારા આપવામાં આવેલ આ તકે શાળાના આચાર્યશ્રી, સીઆરસી શ્રી મુસ્તાકભાઈ જાદવ,બીઆરસી શ્રી વિપુલભાઈ દુધાત દ્વારા શાળા પરિવાર અને બંને બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષકશ્રીને અભિનંદન પાઠવેલ.