ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા, તા.2
સાવરકુંડલા શહેરમા નાવલી પોલીસ ચોકી પાસે આવેલ રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિર એટલે શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો માટે શિવાજીના પૂજન અર્ચન માટેનું એક અનોખું સ્થાન. આમ તો રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિરનો ઈતિહાસ પણ ઘણો પ્રાચીન છે. એક વાત સ્પષ્ટ છે કે સમગ્ર ગુજરાતમાં એક થાળામાં બે શિવલિંગ દર્શનનો લાભ માત્ર સાવરકુંડલા શહેરના રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિરે જ જોવા મળે છે.
આમ સાવરકુંડલા શહેરની એક અલગ ઓળખ સમાન રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર એટલે અનેક શિવભક્તોનું આસ્થાનું સ્થાન.. આમ તો આ મંદિરના પરિસરમાં જ શ્રાવણ માસ દરમ્યાન શિવભક્તો રાત્રે શિવમહિમાનું ગાન એટલે કે શિવ ચાલીસા સહિત શિવજીનું ભજન કિર્તન કરતાં જોવા મળતાં અને શ્રાવણ માસની વદ તેરસની રાત્રે આ મંદિરના પરિસરમાંથી જ શિવજીની ભવ્ય પાલખી યાત્રા નીકળે છે અને શહેરમાં ફરી લોકોના કલ્યાણ અર્થ શિવભક્તોને આશીર્વાદ આપે છે. આમ સાવરકુંડલા શહેરમાં રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર એટલે શહેરની મધ્યમાં બિરાજતાં શિવજીના પૂજન અર્ચન કરવા માટેનું અનોખું સ્થાન.