ગીર સોમનાથના ઉના નગરપાલિકામાં પણ ભાજપે ચૂંટણી વગર જીત મેળવી લીધી છે. ઉનામાં 36માંથી 21 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી.
ઉના નગરપાલિકા પર ચૂંટણી પહેલા જ ભાજપના ભગવો લહેરાતા ઉના ભાજપે આતશબાજી સાથે જીતનો જશ્ન મનાવ્યો હતો. આ તકે પાલિકાના પૂર્વ પ્રમુખ કે.સી. રાઠોડે ચૂંટણી પહેલા જ બાકીની 15 સીટો પર ભાજપના જ ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યકત કર્યો છે.
- Advertisement -
ભાજપે ચૂંટણી લડ્યા વગર જ જિલ્લા તાલુકા પંચાયતની 219 બેઠક પર જીત મેળવી છે. ફોર્મ પરત ખેંચવાની મુદ્દત પૂર્ણ થતા ઉમેદવારોને લઈ ચિત્ર સ્પષ્ટ થયું છે. ચૂંટણી પહેલા કૉંગ્રેસના 165થી વધુ ઉમેદવારો પાણીમાં બેસી ગયા છે.


