ખાસ-ખબર સંવાદદાતા
કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામે જે જગ્યાએ આઠ વર્ષ પહેલા સુરેશભાઈ ફળદુનો પુત્ર રાહીલ ફળદુ એસ.એ.જી. (સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત)માં સીલેકટ થતાં ગામરત્ન તરીકે સન્માનિત થયા હતા તે જ ગામના લોકો દ્વારા તથા સરદાર સોશ્યલ ગ્રુપ કાલાવડ દ્વારા સૌરાષ્ટ્રના નામાંકિત એડવોકેટ અને રાજકોટ બાર એસોસિએશનની ગરિમાપૂર્ણ ચૂંટણીમાં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવેલા સુરેશભાઈ ફળદુનું ગામરત્ન તરીકે ફૂલહાર, શાલ, શિલ્ડ, રામમંદિરની પ્રતિમાનું શિલ્ડ, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા તથા બળદ ગાડુ વિગેરે જુદા જુદા માધ્યમથી સમગ્ર ગ્રામજનો દ્વારા તેમજ જોગમાયા ગ્રુપ ઉપરાંત સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ તરફથી સુરેશભાઈ ફળદુનું ઉત્કૃષ્ટ અને યાદગાર સન્માન કરવામાં આવ્યું હતું.
સુરેશભાઈ ફળદુ એડવોકેટ તરીકે સૌરાષ્ટ્રના અનેક ચકચારી કેસો લડી ચૂક્યા છે અને સામાજિક ઉપરાંત સેવાકીય સંસ્થાઓમાં પણ માનદ્ સેવા આપી રહ્યા છે ઉપરાંત બેંકો, મંડળીઓ, ફાઈનાન્સ કંપનીઓમાં પણ લીગલ એડવાઈઝર તરીકે ફરજ બજાવી રહ્યા છે અને તાજેતરમાં રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવતાં કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામના વતનીઓ ઉપરાંત સરદાર પટેલ સેવાદળ, કાલાવડ સહિતની સંસ્થાઓ, ગ્રુપો દ્વારા જુદી જુદી યાદગાર વસ્તુઓથી જુદા જુદા વિશિષ્ટ, ઉત્કૃષ્ટ અનેક રીતે સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે નપાણીયા ખીજડીયા ગામના જુદા જુદા ક્ષેત્રમાં કામગીરી કરી રહેલા વકિલ ભાઈઓ, બહેનો તેમજ મેડીકલ અને શિક્ષણ લાઈનમાં ઉપરાંત સરકારની જુદી જુદી કચેરીઓમાં ફરજ બજાવી રહેલા ગામના લોકોને પણ તે ક્ષણે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ગામરત્ન સુરેશભાઈ ફળદુના વિશિષ્ટ, અદકેરા સન્માનની સાથે સાથે મૌલિકભાઈ ફળદુ, ધનજીભાઈ ફળદુ, ચેતનભાઈ આસોદરીયા, પિયુષ પાંભર, ક્રિષ્નાબેન સાવલીયા, હર્ષ ફળદુનું એડવોકેટ તરીકે તેમજ અલ્પાબેન ફળદુ, નયનાબેન ભાલારા, વિજયભાઈ ભાલારા, નરોત્તમભાઈનું શિક્ષણવિદ્ તરીકે તેમજ ધવલ સાવલીયા, વિવેક સાટોળીયા, સાવન ઠુંમર, પ્રવિણાબેન આસોદરીયાનું મેડીકલ પ્રેક્ટિશનર તરીકે તેમજ આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટેક્ષના અધિકારી તરીકે દિવ્યેશ ઠુંમર તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતાં ગૌતમ અકબરી તેમજ આર્મીમાં ફરજ બજાવી ચૂકેલ હિતેષ ફળદુ તેમજ નપાણીયા ખીજડીયા ગામની સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ બી. સી. સાંગાણી વિગેરે લોકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.